ગલવાન ખીણમાં ભારતે ચીન સામે તૈનાત કરી અત્યાધુનિક ટી-90 ટેન્કો
નવી દિલ્હી, તા.30 જુન 2020, મંગળવાર
ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ટકરાવ થયો હતો.એ પછી બંને દેશો વચ્ચે લદ્દાખ મોરચે તનાવ યથાવત છે.
જોકે ભારતે ચીનની સામે બાંયો ચઢાવીને રાખેલી છે.જેના પરિણામ સ્વરુપે જ્યાં ભારત અને ચીનની સેના વચ્ચે સંઘર્ષ થયો હતો તે ગલવાન ખીણમાં હવે ભારતીય સેનાએ પોતાની 6 અત્યાધુનિક ભિષ્મ ટેન્ક તૈનાત કરી દીધી છે.
તેની સાથે સાથે ચીનની ટેન્કોને માત આપવા માટે ટોપ ઓફ ધ લાઈન ટેન્ક વિરોધી મિસાઈલ સિસ્ટમ પણ ઉતારી છે.આ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ સૈનિકો પોતાના ખભા પર મુકીન ેકરી શકે તેમ છે.
ભિષ્મ ટેન્ક મૂળે રશિયાની ટી-90 ટેન્ક છે.જે ભારતીય સેનાના ટેન્ક કાફલામાં સૌથી અત્યાધુનિક ટેન્ક છે.જે ચીનની કોઈ પણ ગુસ્તાખીનો આકરો જવાબ આપવા સક્ષમ છે.
ભારતે પૂર્વ લદ્દાખમાં સાથે સાથે 155 એમએમની હોવિત્ઝર તોપો પણ તૈનાત કરી છે.ચુશુલ સેક્ટરમાં ટેન્કોની બે રેજિમેન્ટને ઉતારવામાં આવી છે.
Comments
Post a Comment