PM ચૂપ છે, સરેન્ડર કરી દીધુ: રાહુલ ગાંધીએ હવે કોરોના મુદ્દે ઘેરી સરકારને


નવી દિલ્હી, તા. 27 જૂન 2020, શનિવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના મુદ્દે સતત મોદી સરકાર સામે સવાલો કરી રહ્યા છે. લદ્દાખની ગલવાન ખીણમાં ચીન સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા. તે અંગે રાહુલ ગાંધીએ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ માંગ્યા હતા ત્યારે હવે તેમણે કોરોના વાયરસ સંક્રમણ મામલે સવાલ કર્યા છે. 

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પાસે કોરોનાનો સામનો કરવા કોઈ યોજના ન હોવાનો આરોપ મુક્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'કોરોના વાયરસ દેશના નવા વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. 

ભારત સરકાર પાસે તેનો સામનો કરવા માટે કોઈ યોજના નથી. વડાપ્રધાન ચૂપ છે. તેમણે મહામારી સામે આત્મસમર્પણ કરી દીધું છે અને તેનો સામનો કરવા મનાઈ કરી દીધી છે.' 

રાહુલ ગાંધીએ કોરોના વાઈરસના મુદ્દે મોદી સરકાર પર એવા સમયે નિશાન સાધ્યુ જ્યારે દેશમાં સંક્રમિત દર્દીઓનો આંકડો પાંચ લાખથી વધારે થઈ ચૂક્યો છે. બીજી તરફ વડાપ્રધાન મોદી કહી ચૂક્યા છે કે ખબર નહીં આ બીમારીમાંથી ક્યારે છુટકારો મળશે.

ખબર નહીં કોરોનાથી ક્યારે મુક્તિ મળશે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર કાર્યક્રમની લોન્ચિંગમાં કહ્યુ હતુ કે ખબર નહીં કોરોનાથી ક્યારે છુટકારો મળશે. કોરોના સંકટ પર પીએમ મોદીએ કહ્યુ કે હવે કોઈને ખબર નથી કે આ બીમારીમાંથી ક્યારે મુક્તિ મળશે. આની એક દવા આપણને ખબર છે. એ દવા છે સામાજિક અંતર. આ દવા છે મોં ઢાંકવુ, ફેસકવર કે રૂમાલનો ઉપયોગ કરવો. જ્યાં સુધી કોરોનાની વેક્સિન બનતી નથી, આપણે આ જ દવાથી આને રોકી શકીશુ.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં શુક્રવાર સવાર સુધી કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 490,401 હતી. જોકે દેશમાં કોરોના વાઈરસના કારણે સૌથી વધારે પ્રભાવિત રાજ્યો મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુના તાજા આંકડા જોડવામાં આવ્યા તો દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા પાંચ લાખની સંખ્યાને પાર કરી ચૂકી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના શનિવારના આંકડા અનુસાર ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 50,8,953 થઈ ચૂક્યો છે જ્યારે આ જીવલેણ વાઈરસની ચપેટમાં આવવાથી અત્યાર સુધી 15,685 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. એક સારી વાત એ છે કે અત્યાર સુધી કોરોના સંક્રમિત 295881 દર્દી સાજા થઈ ચૂક્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો