પાક અને ચીન ખુશ થાય તેવા નિવેદન શું કામ આપે છે રાહુલ ગાંધી? અમિત શાહ


નવી દિલ્હી, તા. 28. જુન, 2020 રવિવાર

લદ્દાખ મોરચે ચીન સાથે થયેલા ટકરાવ બાદ સરકારની સતત ટીકા કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હવે ગૃહ મંત્રી અમિત શાહે વળતો હુમલો કર્યો છે.

અમિત શાહે કહ્યુ છે કે, ચર્ચા કરવાથી સરકાર ગભરાતી નથી.રાહુલ ગાંધી સંસદમાં ભારત અને ચીનના મુદ્દા પર વાત કરી શકે છે પણ જ્યારે જવાનો ચીનનો સામનો કરી રહ્યા છે ત્યારે એવા નિવેદન આપવા ના જોઈએ જેનાથી પાકિસ્તાન અને ચીન ખુશ થાય.

એક ઈન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યુ હતુ કે, લદ્દાખની સ્થિતિ પર હાલમાં વાત કરવાનો યોગ્ય સમય નથી.રાહુલ ગાંધીને ચર્ચા કરવી હોય તો સંસદનુ સત્ર મળવાનુ છે ત્યાં કરી લે.ચર્ચા કરવાથી કોઈ ડરતુ નથી.1962 થી અત્યારની સ્થિતિ પર ચર્ચા થઈ જાય તો વાંધો નથી.પણ જ્યારે જવાનો લડત આપી રહ્યા છે અને સરકાર નક્કર પગલા ભરી રહી છે ત્યારે આવા નિવેદન આપવાની કોઈ જરુર નથી જેનાથી પાકિસ્તાન અને ચીન હરખાય.

તેમણે કહ્યુ હતુ કે, સરકાર તો દુષ્પ્રચાર સામે લડવા સક્ષમ છે પણ એ જોઈને દુખ થાય છે કે, આટલી મોટી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ છીછરી રાજનીતિ કરે છે.

સરેન્ડર મોદી વાળા રાહુલ ગાંધીના ટ્વિટ પર અમિત શાહે કહ્યુ હતુ કે, કોંગ્રેસ અને રાહુલે આ માટે વિચારવાની જરુર છે.તેમનુ ટ્વિટ પાકિસ્તાન અને ચીનમાં લોકો વાયરલ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, પીએમ મોદી હકીકતમાં સરેન્ડર મોદી છે.રાહુલના કહેવાનો ભાવાર્થ હતો કે પીએમ મોદીએ ચીન સામે સરેન્ડર કરી દીધુ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે