રજયમ હજ 2 દવસ ભરથ અતભર વરસદન આગહ અમદવદમ આજ યલ એલરટ


ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ગઈકાલથી જ આજે વહેલી સવાર સુધી હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. આ સાથે જ હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જ્યારે આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.


 અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. આ સાથે રાજ્યમાં હજુ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. શહેરમાં ગઈકાલ રાતથી અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે કેટલાક વિસ્તારમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આજે શહેરમાં પ્રહલાદનગર, એસજી હાઈવે, વેજલપુર, આનંદનગર, બોડકદેવ, બોપલ, ઘુમા, ઘાટલોડિયા, નારણપુરા, રાણીપ, સોલા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. 


આ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો

રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમા રાજ્યના છેલ્લા 22 કલાકમાં સૌથી વધુ જામનગર તાલુકામાં 4.2 ઈંચ, ગીર સોમનાથના તલાલામાં 4 ઈંચ, મહેસાણાના વિજાપુરમાં 3.8 ઈંચ, ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 3.2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ અરવલ્લીના ભિલોડામાં સતત સતત 24 કલાકથી ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આજે વહેલી સવારથી ભિલોડા, લીલછામાં વરસાદી માહોલ જામ્યો હતો અને સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સિવાય પાટણના હારીજમાં 2.6 ઈંચ, નવસારીના વાંસદામાં 2.4 ઈંચ, સાબરકાંઠાના હિંમતનગર તથા સુરતના માંડવીમાં 2.3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત  જૂનાગઢ તથા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં તથા દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત સહિતના ભાગોમાં વરસાદ નોંધાયો છે. 


હજુ 2 દિવસ ધોધમાર વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ધોધમાર વરસાદની આગાહી કરી છે જેમા કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગે  મોરબી, બનાસકાંઠામાં અતિભારે જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો