અમરનાથ યાત્રા વચ્ચે મોટી ઘટના, જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં મંદિરમાં તોડફોડ, 12 શકમંદોની ધરપકડ
Jammu and Kashmir News | જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થઈ છે તેવા સમયે રિયાસીમાં એક મંદિરમાં તોડફોડ કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ત્રણ શકમંદોની અટકાયત કરાઈ છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. બીજીબાજુ રિયાસીમાં આતંકી હુમલા મુદ્દે એનઆઈએએ પાંચથી વધુ સ્થળો પર દરોડા પાડયા હતા અને જપ્ત કરાયેલી વસ્તુઓની તપાસ પણ શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં હજુ તો શનિવારથી પારંપરિક અમરનાથ યાત્રા શરૂ થઈ છે તેવામાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના રઈસી જિલ્લામાં કેટલાક અજાણ્યા લોકોએ રવિવારે એક મંદિરમાં તોડફોડ કરી હતી. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા સ્થાનિક હિન્દુ અને મુસ્લિમોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રિયાસીના એેએસપી મોહિતા ઈફ્તેખારે કહ્યું કે, આ મંદિર ધર્માડી વિસ્તારમાં સ્થિત છે. મંદિરમાં તોડફોડ કરી હતી. આ ઘટનાના કારણે તણાવ ફેલાતા પોલીસે એસઆઈટીની રચના કરી ૧૨ લોકોની અટકાયત કરી હતી જ્યારે નાયબ પોલીસ કમિશનર વિશેષ પૌલ મહાજને દેખાવકારોને ગુનેગારો સામે આકરાં પગલાં લેવાની ખાતરી આપતા વાતાવરણ શાંત થયુ