Posts

Showing posts from March, 2024

IPL વચ્ચે શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં ભારતનો 48 વર્ષ જૂનો 'વર્લ્ડ રેકોર્ડ' તોડ્યો

Image
Sri Lanka : આઈપીએલ 2024ની લીગ ચાલી રહી છે અને તમામ ક્રિકેટ પ્રમીઓ ટૂર્નામેન્ટમાં મશગૂલ છે. પરંતુ આ વચ્ચે શ્રીલંકાએ ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચતા ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. શ્રીલંકા અને બાંગ્લાદેશની બે મેચોની ટેસ્ટ સીરીઝનો બીજો મુકાબલો ચૈટોગ્રામમાં રમાઈ રહ્યો છે. મેચના બે દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને બીજા જ દિવસે શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. જોકે, શ્રીલંકાએ ચૈટોગ્રામમાં રમાયેલા મુકાબલાની પહેલી ઈનિંગમાં 531 રન બોર્ડ પર લગાવ્યા. આટલો મોટો સ્કોર બનાવવા છતા પણ શ્રીલંકા માટે કોઈ પણ ખેલાડીએ સદી ફટકારી નથી અને તેનાથી જ તેમણે ભારતનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં વગર સદીએ એક ઈનિંગમાં સૌથી મોટો ટોટલ બનાવવાનો રેકોર્ડ ભારતના નામે હતો, જેને હવે શ્રીલંકાએ પોતાના નામે કરી લીધો. આજથી 48 વર્ષ પહેલા 1976માં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે કાનપુરમાં રમાયેલા મુકાબલામાં 9 વિકેટ પર 524 રનનો ટોટલ બનાવ્યો હતો. આ ઈનિંગમાં ભારત માટે કોઈએ પણ સદી ફટકારી ન હતી. હવે શ્રીલંકા 531 રનોના ટોટલ સાથે ભારતથી આગળ નીકળી ગયું છે. હવે ટેસ્ટની એક ઈનિંગમાં વગર સદીએ

કેજરીવાલ-હેમંત સોરેનની મુક્તિ, ચૂંટણીમાં તમામ પક્ષને સમાન તક, ‘INDIA’ ગઠબંધને કરી પાંચ માગ

Image
Lok Sabha Elections 2024 : ઈડી દ્વારા જમીન કૌભાંડ (Land Fraud Case)માં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અને દિલ્હી લિકર પોલિસી કૌભાંડ (Delhi Liquor Policy Scam)માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ તેમજ વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહી સહિતના મુદ્દે આજે દિલ્હીના રામલીલા મેદાનમાં I.N.D.I.A. ગઠબંધનની મહારેલી યોજાઈ હતી. આ દરમિયાન ગઠબંધને ચૂંટણી પંચ સમક્ષ પાંચ માંગણી મુકી છે. ‘કેજરીવાલ-હેમંત સોરેનને મુક્ત કરો’ ગઠબંધનની માંગ મુજબ ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં સમાન તકો સુનિશ્ચિત કરવી જોઈએ. ચૂંટણી પંચે તપાસ એજન્સીઓ દ્વારા ચૂંટણીમાં ધાંધલધમાલ કરવાના ઉદ્દેશ્ય સાથે વિરોધ પક્ષો સામે કરવામાં આવતી કાર્યવાહીને રોકવી જોઈએ. આ ઉપરાંત તેમણે એવી પણ માંગ કરી છે કે, હેમંત સોરેન (Hemnt Sonen) અને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને તુરંત મુક્ત કરી દેવા જોઈએ. ‘વિપક્ષ સામેની બળજબરીથી કરાતી કાર્યવાહી બંધ કરો’ તેમાં એમ પણ કહેવાયું છે કે, વિપક્ષની રાજકીય પાર્ટીઓનું આર્થિક રીતે ગળું દબાવવા બળજબરીથી કરાતી કાર્યવાહી તુરંત બંધ કરવામાં આવે. આ ઉપરાંત ચૂંટણી ફંડનો ઉપયોગ કરીને ભાજપ દ્વારા બદલાની ભ

લોકશાહી અને બંધારણ બચાવોના નારા હેઠળ આજે દેશની રાજધાનીમાં વિપક્ષની મહારેલી

Image
- વિરોધી નેતાઓની ધરપકડ, બેરોજગારી, ખેડૂતોની માગો, મોંઘવારી, એજન્સીઓનો દુરુપયોગ સહિતના મુદ્દા રેલીમાં ઉઠાવાશે નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા કરાયેલી ધરપકડ અને કોંગ્રેસ સામે આઇટીની કાર્યવાહી વચ્ચે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન દિલ્હીના રામલીલા મેદાનમાં મહારેલી યોજવા જઇ રહ્યું છે. કેજરીવાલના સમર્થનમાં રેલી યોજાઇ રહી હોવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસે કહ્યું છે કે આ કોઇ એક વ્યક્તિના સમર્થનમાં યોજાનારી રેલી નથી પણ બંધારણ અને લોકશાહીને બચાવવા માટે છે. રવિવારે યોજાનારી આ રેલીને વિપક્ષે લોકતંત્ર બચાવો રેલી નામ આપ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે આ રેલીમાં માત્ર પંજાબથી જ એક લાખથી વધુ લોકો જોડાશે. રેલી અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરંસને સંબોધતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે રેલીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી તેમજ ઇન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓ સંબોધશે. કોઇ એક વ્યક્તિ સાથે સંકળાયેલી રેલી નથી અને તેથી જ અમે તેને લોકતંત્ર બચાવો રેલી નામ આપ્યું છે. જયરામે કહ્યું હતું કે દેશમાં મોંઘવારી ચરમ પર છે, બેરોજગારીનો દર ૪૫ વર્ષની ટોચે પહોંચ્

મહારાષ્ટ્રનું જેઉર આગની ભઠ્ઠી બન્યું! 42.5 ડિગ્રી ગરમી સાથે લોકો ત્રાહીમામ પોકારી ગયા

Image
મુંબઇ: મહારાષ્ટ્ર છેલ્લા ચાર દિવસથી ગરમીની ઉકળતી ભઠ્ઠીમાં રીતસર શેકાઇ રહ્યું છે. આજે મધ્ય મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાનું જેઉર ૪૨.૫ ડિગ્રી સેલ્સિયસ સાથે આખા  ભારતનું સૌથી હોટ સ્થળ નોંધાયું  હતું.  હવામાન વિભાગે  એવી માહિતી આપી હતી કે આજે  મહારાષ્ટ્રનાં ૧૦ શહેરમાં મહત્તમ તાપમાન ૪૦.૦ થી ૪૨.૦ ડિગ્રી  જેટલું ઉનું ઉનું રહ્યું હતું. સાથોસાથ રાજ્યનાં આઠ શહેરમાં  વાર્મ નાઇટ(રાતનું વાતાવરણ ગરમ રહેવું) ની પણ શક્યતા છે. બીજીબાજુ મુંબઇના વાતાવરણમાં ગરમી અને ઉકળાટ ઓછાં હોવાથી મુંબઇગરાંને ઘણી રાહત છે.  હવામાન વિભાગે એવી માહિતી  આપી હતી કે  આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૧.૦ અને લઘુત્તમ તાપમાન ૨૩.૮ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૨.૭ અને લઘુત્તમ તાપમાન ૨૪.૧ ડિગ્રી નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૫ -૬૮ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૮૧ -૬૨ ટકા નોંધાયું હતું.  આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇનું ગગન આછેરું વાદળિયું રહેશે.મહત્તમ તાપમાન ૩૩.૦થી ૩૪.૦ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૨૪.૦થી ૨૩.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર) ના ડેપ્યુટી ડાયરેક

ભાજપે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી, સની દેઓલની ટિકિટ કપાઈ, જુઓ આખી યાદી

Image
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. જેમાં 11 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. ઓડિસાના ત્રણ, પંજાબના છ અને પશ્ચિમ બંગાળના બે ઉમેદવારના નામ જાહેર કરાયા છે. મહત્વની વાત એ છે કે, પંજાબના ગુરદાસપુર લોકસભા બેઠકથી હાલના સાંસદ અને બોલીવુડ એક્ટર સની દેઓલની ટિકિટ કપાઈ છે. તેની જગ્યાએ દિનેશ સિંહને ટિકિટ અપાઈ છે. ભાજપની 27 સભ્યની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત, રાજનાથ અધ્યક્ષ અને નિર્મલા સીતારમણ સંયોજક  ભાજપે આજે (શનિવાર) લોકસભા ચૂંટણી 2024ની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી છે. ચૂંટણી ઢંઢેરો નક્કી કરતી આ સમિતિમાં ચાર રાજ્યના મુખ્યમંત્રી સહિત કુલ 27 સભ્ય છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષ પદે રચાયેલી આ સમિતિમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણને સંયોજક અને પિયૂષ ગોયલને સહ-સંયોજકની જવાબદારી સોંપાઈ છે. આ સમિતિમાં ગુજરાત સહિત ચાર રાજ્યના મુખ્યમંત્રીઓને પણ સામેલ કરાયા છે. તેમાં ભૂપેન્દ્ર પટેલની સાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયને પણ સ્થાન અપાયું છે. આ ઉપરાંત તેન

કેજરીવાલની ધરપકડના વિરોધમાં દિલ્હીમાં 'ઈન્ડિયા'ની કાલે મહારેલી

Image
- સુનીતા, કલ્પના સોરેન પણ સંબોધન કરશે - દિલ્હી સીએમનાં પત્ની સુનીતાએ 'કેજરીવાલ કો આશિર્વાદ' વોટ્સએપ અભિયાન લોન્ચ કર્યું નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં 'ઈન્ડિયા' ગઠબંધનની મહારેલી રવિવારે યોજાશે. આ રેલીમાં ગઠબંધનના ૧૩ સહયોગી પક્ષો જોડાશે. બીજીબાજુ અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલે શુક્રવારે 'કેજરીવાલ કો આશિર્વાદ' વોટ્સએપ અભિયાન લોન્ચ કર્યું છે. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી મહારેલીમાં સુનીતા કેજરીવાલ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેન પણ સંબોધન કરશે. આ સિવાય મહારેલીમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ડેરેક ઓ'બ્રાયન, ટી. શીવા, ફારુક અબ્દુલ્લા, ચંપઈ સોરેન, કલ્પના સોરેન, સીતારામ યેચુરી, ડી. રાજા, દીપંકર ભટ્ટાચાર્ય અને ફોરવર્ડ બ્લોકના કેજી દેવરાજન જોડાશે. આ મહારેલીમાં ૨૦૦૦૦થી વધુ લોકો ઉમટી પડશે તેવી ઈન્ડિયા ગઠબંધનને આશા છે. આ રેલીમાં 'તાનાશાહી હટાઓ, લોકતંત્ર બચાઓ'નો સૂત્રોચ્ચાર લખેલો હશે. લોકસભા ચૂંટણી પહેલાં

ગુજરાતના 26 સાંસદોએ સંસદ સત્રમાં કેટલી હાજરી આપી અને કેટલા પ્રશ્નો પૂછ્યા? જાણો રિપોર્ટ

Image
ADR Report : દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, 19 એપ્રિલથી સાત તબક્કાની ચૂંટણી પ્રારંભ થશે. જોકે તે પહેલા ADR દ્વારા સાંસદોની કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. દેશમાં 16 જૂન-2024ના રોજ 17મી લોકસભાનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. 18મી લોકસભા માટે દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં ચૂંટણીનો પ્રારંભ થશે, ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) દ્વારા 17 જૂન-2019થી 10 ફેબ્રુઆરી-2024 સુધીના જાહેર કરાયેલા રિપોર્ટમાં ગુજરાતના સાંસદોનો પણ ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં ગુજરાત (Gujarat)ના સાંસદોએ સંસદ સત્રમાં કેટલા દિવસ હાજરી આપી અને કેટલા પ્રશ્નો પૂછ્યા તે અંગેની માહિતી અપાઈ છે. રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠાના સાંસદોએ સંસદમાં સૌથી વધુ પ્રશ્નો પૂછ્યા રિપોર્ટ મુજબ સંસદમાં કુલ 273 સત્રો યોજાયા હતા, જેમાં ગુજરાતના 26 સાંસદોએ સરેરાશ 216 સત્ર હાજરી આપી છે. જ્યારે આ દરમિયાન તેઓએ સરેરાશ કુલ 168 પ્રશ્નો પૂછ્યા છે. યાદી મુજબ રાજકોટ, જૂનાગઢ અને બનાસકાંઠાના સાંસદોએ 300થી વધુ પ્રશ્નો સંસદ સત્રમાં પૂછ્યા છે. જ્યારે પંચમહાલ, મહેસાણા, અમદાવાદ પશ્ચિમ, સાબરકાંઠા, બનાસકાંઠ

કેનેડામાં 'રેઇન ટેક્સ' ની જાહેરાત થતાં લોકોમાં આક્રોશ, લોકો પર આર્થિક બોજો વધશે, ટ્રુડો સરકાર મુશ્કેલીમાં

Image
ટોરન્ટો : કેનેડામાં રેઈન ટેક્સ લગાડવામાં આવશે. સરકારે આ ટેક્સની જાહેરાત કરી તેનાથી લોકોમાં આક્રોશ છે. વરસાદનું જેટલું પાણી ગટરમાં જશે એટલો વધારે ટેક્સ લોકોએ ચૂકવવો પડશે. કેનેડાના નાગરિકો અત્યારે પણ પાણી પર ટેક્સ ચૂકવે છે. એમાં વરસાદી ટેક્સની જાહેરાત થતાં લોકો પર મોટો આર્થિક બોજ આવશે. ટેક્સ ક્યારે શરૂ થશે તે બાબતે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઘણાં સમયથી આ અંગે વિચારણા ચાલતી હતી. ટોરન્ટો, ઓટાવા સહિત કેનેડાના મોટાભાગના શહેરોમાં સ્ટોર્મવોટર મેનેજમેન્ટ એક મોટી સમસ્યા છે. વરસાદનું પાણી ગટરમાં વહી જાય છે, પરંતુ તેનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી રસ્તા પાણીથી ઉભરાઈ જાય છે. ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં ચોમાસામાં રસ્તા બ્લોક થઈ જાય છે. પાટનગર ઓટાવામાં આવી સમસ્યા સર્જાતા અનેક લોકોને મુશ્કેલી પડી હતી. વારંવાર આ સ્થિતિ સર્જાતા હવે સરકારે રેઈન ટેક્સ લગાડવાનો નિર્ણય કર્યો છે. એ પ્રમાણે જેમના ઘરમાંથી સૌથી વધારે પાણી વહેતું હશે તેમણે વધારે ટેક્સ ચૂકવવો પડશે.  આ વિચિત્ર ટેક્સની કેનેડામાં જ નહીં દુનિયાભરમાં ચર્ચા જાગી છે. કેનેડામાં તો લોકો આનો વિરોધ કરી રહ્યા છે. કેનેડા એવા દેશોમાં સામેલ છે જ્યાં ટેક્સ વધારે લા

જેલમાંથી સરકાર ચલાવવાની છૂટ : સામે રિમાન્ડ પણ લંબાવાયા

Image
- મુખ્યમંત્રી કેજરીવાલે એક જ દિવસમાં કોર્ટમાં છાંયડો-તડકો બંને જોયા - બંધારણમાં ક્યાં લખ્યું છે કે ધરપકડ થાય એટલે પદ છોડવું પડે : દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને સીએમપદેથી હટાવવાની અરજી ફગાવી - કેજરીવાલનાં પત્ની સુનીતાનો ફોન પણ જપ્ત કરાયો, મુખ્યમંત્રી તપાસમાં સહયોગ નહીં કરતા હોવાનો ઈડીનો દાવો નવી દિલ્હી : દિલ્હીમાં નવી દારૂ નીતિના કથિત કૌભાંડ મુદ્દે ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોર્ટમાં એક જ દિવસમાં બે વિરોધાભાસી સ્થિતિનો સામનો કર્યો. એકબાજુ હાઈકોર્ટે મુખ્યમંત્રીપદેથી તેમને હટાવવાની અરજી ફગાવીને તેમને રાહત આપી છે તો બીજીબાજુ રાઉઝ એવન્યુ કોર્ટે તેમને વધુ પાંચ દિવસના રિમાન્ડ પર મોકલીને ફટકો પહોંચાડયો છે. આજના દિવસે હાલના તબક્કે સ્પષ્ટ થઈ ગયું છે કે આપને દિલ્હીની સરકાર જેલમાંથી ચલાવવાની છૂટ મળી છે, પરંતુ તેમને ધરપકડથી મુક્તિ નહીં મળતા તેમનો જેલપ્રવાસ લંબાશે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, આ રાજકીય કેસ છે અને તેમાં ન્યાયતંત્રે દખલ કરવાની જરૂર નથી. જેલમાંથી સરકાર ચલાવવાની મંજૂરી આપી શકાય નહીં. જરૂર પડશે તો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દઈશ તેવા દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાન

‘તું અત્યારે જ ઘરમાંથી નીકળી જા’ ઈન્દિરા ગાંધીના શબ્દો સાંભળી મેનકા ગાંધીએ ભર્યું હતું આ પગલું

Image
Gandhi Family Controversy : 19 જુન દેશની ચૂંટણીની મૌસમ આવી છે ત્યારે એક ચર્ચાએ જોર પકડ્યું છે કે શું ચાલીસ વર્ષ બાદ ફરી ગાંધી પરિવાર એક થશે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર વિરુદ્ધ નિવેદનબાજી કરનારા વરુણ ગાંધીની ભાજપે પીલીભીતથી ટીકીટ કાપી દીધી છે. જોકે તેમના માતા મેનકા ગાંધીને સુલતાનપુરથી ટીકીટ આપવામાં આવી છે. વરુણ ગાંધીના રાજકીય ભવિષ્યને લઈને ચર્ચાઓ જોર પકડી રહી છે.  ભાજપ-કોંગ્રેસ બંનેમાં ગાંધી પરિવારના સભ્યો ગાંધી પરિવાર ભાજપ અને કોંગ્રેસમાં વહેચાયેલ છે. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી કોંગ્રેસમાં મજબુત પકડ ધરાવે છે તો ભાજપમાં મેનકા ગાંધી અને તેમના પુત્ર વરુણ ગાંધી સાંસદ તરીકે ચૂંટાતા આવે છે. મેનકા ગાંધી કેન્દ્ર સરકારમાં મંત્રી પણ બન્યા હતા. પીલીભીતથી ટીકીટ કપાતા વરુણને કોંગ્રેસે ઓફર પણ આપી હતી.  ઈન્દિરા ગાંધી PM બન્યા બાદ ગાંધી પરિવારમાં વિખવાદ એક સમય એવો હતો કે રાહુલ ગાંધી અને વરુણ ગાંધી એક જ ઘરમાં રમ્યા હતા. બંને પરિવારો એક જ ઘરમાં રહેતા હતા. રાહુલ ગાંધીનો જન્મ 19 જુન,1970 અને વરુણ ગાંધીનો જન્મ 13 માર્ચ,1980માં થયો હતો. 1980માં ઇન્દિરા ગાંધી ફરી વડાપ્રધાન બન્યા ત્યાર

કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે નહીં: એલજી .

Image
- વધુ એક મુદ્દે આપ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે તકરાર વધી - કેજરીવાલ લાંબો સમય સુધી જેલમાંથી જ સરકાર ચલાવવાનું શરૂ રાખે તો ઉપરાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરે તેવી શક્યતા - મારા પતિ લિકર પોલિસીના કેસને ખુલ્લો પાડશે, કોર્ટમાં તમામ પુરાવા રજુ કરવામાં આવશે : સુનિતા કેજરીવાલ - હાઇકોર્ટમાં કેજરીવાલને હાલ રાહત નહીં, ધરપકડ સામે અપીલ મુદ્દે ઇડીનો જવાબ માગ્યો, ત્રણ એપ્રીલે વધુ સુનાવણી નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૨૮મી માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં છે, જોકે આ દરમિયાન આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે કેજરીવાલ જેલમાં રહીને પણ સરકાર ચલાવશે. હવે આ મુદ્દે જવાબ આપતા દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ કહ્યું છે કે જેલમાંથી સરકાર નહીં ચાલે. હું દિલ્હીના નાગરિકોને ખાતરી આપવા માગુ છું કે જેલમાંથી દિલ્હીની સરકાર નહીં ચાલે. આ પહેલા ઇડીની કસ્ટડીમાંથી કેજરીવાલે પત્ર દ્વારા સરકારી કામનો આદેશ આપ્યો હોવાનો દાવો મંત્રી આતિશીએ કર્યો હતો. એવા સમયે ઉપરાજ્યપાલે આ નિવેદન આપ્યું છે. તેથી દિલ્હીમાં સરકાર ચલાવવા મુદ્દે હવે આમ આદમી પાર્ટી અને ઉપરાજ્યપાલ વચ્ચે વિવાદ વધ્યો છે.  બીજી તરફ ઇડીની ધરપકડ સ

અટલ પેન્શન યોજના ‘કાગળ પરનો વાઘ’ કે ‘રિટર્નની ગેરેન્ટી’?, કોંગ્રેસે આંગળી ચીંધતા સીતારમને આપ્યો જવાબ

Image
Atal Pension Yojana : લોકસભા ચૂંટણી ટાણે કોંગ્રેસ અને BJP વચ્ચે અટલ પેન્શન યોજના મુદ્દે ભારે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે મોદી સરકારની યોજનાને ‘કાગળ પરનો વાઘ’ કહેતા બંને પક્ષો વચ્ચે સોશિયલ મીડિયા પર ઉગ્ર નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. આ મામલે નાણામંત્રી નિર્મલા સીતારમન વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. એકતરફ કોંગ્રેસ યોજનાની ખામીઓ ગણાવી રહી છે, તો બીજીતરફ નાણામંત્રી યોજનામાં રિટર્નથી લઈને ફાયદા ગણાવી રહ્યા છે. જયરામ રમેશે યોજના પર ઉઠાવ્યા સવાલ અટલ પેન્શન યોજના સામે આંગળી ચીંધવાની શરૂઆત કોંગ્રેસ (Congress) તરફથી થઈ છે. જયરામ રમેશે (Jairam Ramesh) યોજના પર સવાલ ઉઠાવી કહ્યું કે, ‘લગભગ એક તૃતીયાંશ સબસ્ક્રાઈબર, જેઓ યોજનામાં જોડાયા છે, પરંતુ તેમની મંજૂરી જ લેવામાં આવી નથી. અધિકારીઓએ પોતાનો ટાર્ગેટ પુરો કરવા માટે મંજૂરી લીધા વગર નામ જોડી દીધા છે. યોજનાના 83 ટકા સબસ્ક્રાઈબર 1000 રૂપિયાના પેન્શનના નાના સ્લેબમાં છે, તેથી આ લોકો ફિક્સ્ડ પેન્શનના કારણે મોંઘવારી સામે લડી શકતા નથી. આ યોજનાનું રિટર્ન પણ આકર્ષક નથી. આ યોજનાને યોગ્ય રીતે ડિઝાઈન કરાઈ નથી. આ યોજના ‘કાગળ પરનો વાઘ’ જેવી છે.’

આજે પૃથ્વી માટે ચેતવણી : સૂર્યમાંથી ફેંકાયેલી વિનાશક એક્સ ક્લાસ સૌર જ્વાળાની કદાચ પ્રચંડ થપાટ વાગશે

Image
- અમેરિકાની  નોઆ એજન્સીનો  રેડ સિગ્નલ : સૂર્યની ૨૫મી સોલાર સાયકલ શરૂ  થઇ  છે - 24,માર્ચે પણ સૂર્યમાંથી ફેંકાયેલા વિદ્યુત ચુંબકીય તોફાનથી પૃથ્વીના વાતાવરણમાં ભયાનક ખળભળાટ થયો હતો  વોશિંગ્ટન/મુંબઇ :  સૂર્યનારાયણમાં સર્જાઇ રહેલાં કલ્પનાતીત તોફાનોની અતિ પ્રચંડ થપાટ પૃથ્વીને વાગી રહી છે. ૨૦૨૪ની ૨૪,માર્ચ,રવિવારે સૂર્યની વિરાટ થાળી પરથી ફેંકાયેલા જી -૪ ક્લાસ પ્રકારનાં  વિદ્યુત ચુંબકીય તોફાન(જીઓમેગ્નેટિક  સ્ટોર્મ)ની અસર પૃથ્વીના વાતાવરણમાં  થઇ હતી. પરિણામે પૃથ્વીના વાતાવરણમાં  જબરદસ્ત વિસ્ફોટ  થયા હતા. ભારે મોટો ખળભળાટ થયો હતો.  પૃથ્વીને આવી  વધુ એક થપાટ વાગવાનું જોખમ સર્જાયું છે.  અમેરિકાની નેશનલ ઓશનિક  એન્ડ  એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશન (એન.ઓ.એ.એ.નોઆ)નાં સૂત્રોએ એવી  ચેતવણી આપી છે કે ૨૪,માર્ચના જી-ક્લાસનું વિદ્યુત ચુંબકીય  તોફાન ૨૦૧૭ના વિદ્યુત ચુંબકીય તોફાન પછીનું સૌથી મોટું અને ભયાનક તોફાન હતું.     આદિત્યનારાયણની હજી એક વધુ પ્રચંડ થપાટ  આજે૨૬,માર્ચે અથવા આવતીકાલે૨૭,માર્ચે વાગવાની પૂરી શક્યતા છે. સૂર્યની વિરાટ થાળી પર સર્જાયેલા--એઆર૩૬૧૫--સંજ્ઞાાવાળા સૂર્ય કલંક(સનસ્પોટ)માંથી  ફેંકાયેલી 

સોનમ વાંગચુકે 21 દિવસ બાદ જળવાયુ ઉપવાસ પૂર્ણ કર્યા, હવે મહિલાઓ મોરચો સંભાળશે

Image
Ladakh Sonam Wangchuk Fast : પર્યાવરણવિદ સોનમ વાંગચુકે લેહમાં મંગળવારે પોતાના 21 દિવસીય જળવાયુ અનશન પૂર્ણ કરી દીધું. નાની બાળકીઓના હાથે જ્યૂસ પીને તેમણે ઉપવાસ પૂર્ણ કર્યો. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો આંદોલન સ્થળે પહોંચ્યા અને માંગોના સમર્થનમાં ખુબ નારેબાજી કરી. સોનમ વાંગચુકે કહ્યું કે, હવે મહિલાઓ અનશન શરૂ કરશે અને ત્યારબાદ ફરીથી તેને અન્ય લોકોની સાથે આગળ વધારાશે. આ અનશન ત્યાં સુધી શરૂ રહેશે, જ્યાં સુધી તેમની માંગો પૂર્ણ નહીં કરવામાં આવે. લદ્દાખને છઠી અનુસૂચીમાં સામેલ કરવા અને રાજ્યનો દરજ્જો આપવા સહિતની અન્ય માંગોને લઈને આંદોલન ચાલી રહ્યું છે. આ શ્રેણીમાં વાંગચુકે 21 દિવસનો ઉપવાસ રાખ્યો. છ માર્ચે શરૂ થયેલ અનશન 26 માર્ચે પૂર્ણ થયું. આ દરમિયાન તેમને દેશભરથી લોકોનું સમર્થન મળ્યું. ત્યારે, કારગિલમાં પણ કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ તરફથી અનશન કરાઈ રહ્યું છે. ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો અનશનમાં સામેલ થઈ રહ્યા છે. સોનમ વાંગચુક બાદ હવે લેહમાં બૌદ્ધ, મુસ્લિમ (શિયા, સુન્ની) અને ઈસાઈ સંગઠનોની મહિલા પ્રતિનિધિ અનશન શરૂ કરવા જઈ રહી છે. પ્રકાશ રાજે સોનમ વાંગચુકને આપ્યું સમર્થન બોલીવુડ અને સા

ભાજપે છ વખતના સાંસદનું કાપ્યુ પત્તું, બેફામ નિવેદનો આપતા નેતાઓને પણ આપી દીધો સ્પષ્ટ સંદેશ

Image
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થવાનું છે ત્યારે દરેક રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહી છે તેમજ એક પછી એક ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરી રહી છે. ભાજપે લોકસભા ઉમેદવારોની પાંચમી યાદીમાં 111 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. આ યાદીમાં ઘણા નવા ચહેરાને તક મળી છે તો કેટલાકના પત્તા પણ કપાયા છે. આ લિસ્ટમાં કર્ણાટકના છ વખતના સાંસદનું પણ પત્તું કપાય ગયું છે. તેઓ તેમના બંધારણ બદલવાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહેતા હતા ત્યારે હવે ભાજપે તેમની જગ્યાએ અન્ય ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપે ફાયરબ્રાન્ડ નેતાની ટિકિટ કાપી ભાજપે આ વખતે કાર્ણાટકથી પોતાના ફાયરબ્રાન્ડ નેતા અનંત હેગડેને ટિકિટ આપી નથી. હેગડે છ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે, જો કે તેમના નિવેદનોને કારણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને શરમનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વખતે પાર્ટીએ ઘણા મોટા નેતાઓની ટિકિટો રદ કરી છે જેમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પણ સામેલ છે. આ સાથે જ પક્ષે વિવાદિત નિવેદનો અને બંધારણ બદલવાની વાતો કરતા નેતાઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. નોંધનીય છે કે હેગડે અનેક પ્રસંગોએ બંધારણ બદલવા

કંગના પર અભદ્ર પોસ્ટ મામલે સુપ્રિયા શ્રીનેત ફસાયા, મહિલા આયોગની ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માંગ

Image
Lok Sabha Elections 2024: નેશનલ કમિશન ફોર વુમન (NCW)એ સોમવારે ચૂંટણી પંચને પત્ર લખીને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ભાજપની ઉમેદવાર અભિનેત્રી કંગના રણૌત પર કથિત રૂપે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના નેતાઓ સુપ્રિયા શ્રીનેત અને એચએસ આહિર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. શ્રીનેતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રણૌત વિશે કથિત રીતે વાંધાજનક પોસ્ટ કરી હતી, જેને પાછળથી હટાવી દેવામાં આવી હતી.  રેખા શર્માએ શ્રીનેત અને આહિર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી આ ઉપરાંત કિસાન કોંગ્રેસના રાજ્ય સંયુક્ત સંયોજક, આહિરે પણ રણૌત વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરી હતી. NCWએ કહ્યું કે પંચના અધ્યક્ષ રેખા શર્માએ ચૂંટણી પંચને પત્ર લખીને શ્રીનેત અને આહિર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેણે તેની પોસ્ટમાં કહ્યું કે રાષ્ટ્રીય મહિલા આયોગ સુપ્રિયા શ્રીનેતના અપમાનજનક વર્તનથી સ્તબ્ધ છે. સુપ્રિયા શ્રીનેતે વિવાદિત પોસ્ટ કરી હતી કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પર ભાજપના મંડી બેઠક પરથી ઉમેદવાર કંગના રણૌત અંગે પોસ્ટ કરી હતી, જે ખૂબ જ વિવાદાસ્પદ હતી. પોસ્ટ કરતાની સાથે જ વિવાદ ઊભો થયો હતો. ભાજપે

ભાજપને ઝટકો! વધુ એક રાજ્યમાં સહયોગી પક્ષ સાથે ગઠબંધન તૂટ્યું, એકલા ચૂંટણી લડવાનું એલાન

Image
Lok sabha election 2024: વધુ એક રાજ્યમાં ભાજપનું ગઠબંધન તૂટ્યું છે. ખરેખર ભાજપે સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) સાથેના ગઠબંધનને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. સિક્કિમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડી.આર. થાપાએ કહ્યું કે પાર્ટી રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે. બીજી તરફ એસકેએમના નેતા જેકબ ખાલિંગ રાયે કહ્યું કે છેલ્લી ચૂંટણીમાં અમે દેશ અને રાજ્યના હિતમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. ગઇકાલે ભાજપની પાંચમી યાદી જાહેર થઇ હતી... અગાઉ શનિવારે દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે સિક્કિમ પ્રદેશ ભાજપ અધ્યક્ષ ડીઆર થાપા અને SKM નેતાઓ વચ્ચે સીટ શેરિંગ પર બેઠક યોજાઈ હતી. જ્યાં બંને પક્ષના નેતાઓ વચ્ચે સહમતિ સધાઈ શકી ન હતી. બેઠક બાદ થાપાએ સિક્કિમના રંગપો વિસ્તારમાં મીડિયાને નિવેદન આપ્યું કે SKM સાથે ગઠબંધન સમાપ્ત થઈ ગયું છે. દરમિયાન રવિવારે ભાજપે લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીએ કંગના રનૌતને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.

ભસ્મ આરતી વખતે ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી, 5 પૂજારી સહિત 13 દાઝ્યાં

Image
Image : Twitter Ujjain Fire News | મધ્યપ્રદેશના (Madhya Pradesh) મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી ગઇ હતી. માહિતી અનુસાર આ દુર્ઘટનામાં પાંચ પૂજારી અને 8 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.  કેવી રીતે લાગી આગ?  જ્યારે આરતી દરમિયાન ગુલાલ નાખવામાં આવ્યો ત્યારે આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગર્ભગૃહમાં ધૂળેટીના કારણે કવર લગાવાયા હતા. જેણે આગ પકડી લીધી હતી અને તે શ્રદ્ધાળુઓ પર પડ્યો હતો. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યાં તમામની હાલત સ્થિર હોવાનું મનાય છે.  ઘટનાની તપાસ કરાશે  ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે જણાવ્યું હતું કે સવારે ભસ્મ આરતી દરમિયાન આગનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે પૂજા ચાલી રહી હતી. આ આગમાં 13 લોકો દાઝી ગયા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે. 

કોંગ્રેસની લોકસભા ઉમેદવારોની 5મી યાદી આવી, ગુજરાતના બંને પાડોશી રાજ્યોમાં 3 નામ જાહેર થયા

Image
Lok Sabha Elections 2024 : કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં રાજસ્થાનની બે લોકસભા અને મહારાષ્ટ્રની એક લોકસભા બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.  ક્યાંથી કોને ટિકિટ...?  પાર્ટીએ રાજસ્થાનના જયપુરથી પોતાનો ઉમેદવાર બદલ્યો છે. અહીંથી સુનિલ શર્માના સ્થાને પ્રતાપ સિંહ ખાચરિયાવાસને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય રાજ્યની દૌસા બેઠક પરથી મુરારી લાલ મીણાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ મહારાષ્ટ્રની ચંદ્રપુર લોકસભા સીટ પરથી પ્રતિભા સુરેશ ધાનોરકરને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે પણ કુલ 5 યાદી જાહેર કરી...  ઉલ્લેખનીય છે કે અગાઉ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે 46 ઉમેદવારો સાથે ચોથી યાદી જાહેર કરી હતી.  તે પહેલા કોંગ્રેસે પહેલી યાદીમાં 39 ઉમેદવાર, બીજી યાદીમાં 43 ઉમેદવારો અને ત્રીજી યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. વારાણસીમાં વડાપ્રધાન મોદીની સામે અજય રાયને ઉતારાયા છે. 

ચૂંટણીઓમાં પ્રદૂષણને મુદ્દો ક્યારે બનાવશો..? ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રદૂષિત દેશ, ટોપ-50 શહેરોમાં 42 આપણાં

Image
Lok Sabha Elections 2024 | ભારત પોતાને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે ગર્વ કરે છે પરંતુ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાંથી એક તરીકે તેની પ્રતિષ્ઠા તેના પર ભારે પડી રહી છે. વૈશ્વિક હવાની ગુણવત્તા પર સ્વિસ સંસ્થા IQAir  દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન પછી વિશ્વનો ત્રીજો સૌથી પ્રદૂષિત દેશ છે. આ રેન્કિંગ હવામાં ૨.૫ માઇક્રોન અથવા તેનાથી ઓછા કણોની ઘનતા (PM  ૨.૫) પર આધારિત છે. ફેફસાં અને હૃદયના રોગો ઉપરાંત, તે કેન્સર અને અકાળ મૃત્યુ સાથે પણ સંકળાયેલું છે. ૨૦૨૩માં ભારતની વાષક PM ૨.૫ ઘનતા ૫૪.૪ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર છે, જે બાંગ્લાદેશના ૭૯.૯ મિલિગ્રામ પ્રતિ ઘન મીટર અને પાકિસ્તાનની ૭૩.૭ મિલિગ્રામ પ્રતિ ઘન મીટર કરતાં ઓછી છે. ભારતની રેન્કિંગ વિશે આશ્ચર્યજનક વાત એ છે કે તે ૨૦૨૨માં આઠમા સ્થાનેથી ૨૦૨૩માં ત્રીજા સ્થાને આવી ગયું છે. એ પણ નોંધનીય છે કે અન્ય બે દેશોથી વિપરીત, ભારતની પીએમ ૨.૫ ઘનતા ૨૦૨૧ થી ઘટી છે. તે સમયે તે ૫૮.૧ મિલિગ્રામ પ્રતિ ઘન મીટર હતું. આ હોવા છતાં, વિશ્વના ૫૦ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૪૨ ભારતમાં છે. નવી દિલ્હી

150થી વધુ ખ્રિસ્તોઓનો ભોગ લીધો : રશિયાને ઈસ્લામિક સ્ટેટે ઘમરોળ્યું

Image
- 20 વર્ષમાં સૌથી મોટા આતંકી હુમલાના પગલે સમગ્ર રશિયામાં એલર્ટ, આજે રાષ્ટ્રીય શોક જાહેર - ચાર હુમલાખોર સહિત 11 આતંકી ઝડપાયા, રૂ. 4.52 લાખની લાલચ અપાયાનો આતંકીનો દાવો : 200થી વધુ ઘાયલ, મૃત્યુઆંક વધવાની આશંકા - રશિયાના લોકપ્રિય બેન્ડ 'પિકનિક'ના કાર્યક્રમમાં 6,200 લોકો હાજર હતા, હુમલાથી વિશ્વ સ્તબ્ધ મોસ્કો : રશિયાની રાજધાની મોસ્કો નજીક ક્રોકસ સિટી હોલમાં એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન શુક્રવારે રાતે બે દાયકાના સૌથી ભયાનક આતંકી હુમલામાં મૃત્યુઆંક ૧૫૦થી વધુ થઈ ગયો છે અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ ખુરાસન પ્રોવિન્સે કહ્યું કે, તેણે મોસ્કોની બહાર એક હોલમાં ખ્રિસ્તીઓને મોટી સંખ્યામાં મારી નાંખ્યા છે. સુરક્ષા એજન્સીઓએ ચારેય હુમલાખોર સહિત ૧૧ આતંકીઓની ધરપકડ કરી છે. આ સિવાય અનેક શકમંદોની અટકાયત કરાઈ છે. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને આ હુમલામાં યુક્રેનની સંડોવણીનો આક્ષેપ કર્યો છે અને રવિવારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. અમેરિકાએ પણ દાવો કર્યો હતો કે તેણે હુમલા અંગે રશિયાને ચેતવણી આપી હતી, પરંતુ તેણે ધ્યાનમાં લીધી નહીં. મોસ્કો નજીક ૧૬,૦૦૦ પ્રેક્ષકોની ક્ષ

'કમરમાં દુખાવો હતો, બેસવાની પોઝિશન બદલી તો ટ્રોલ થયો', CJI ડીવાય ચંદ્રચૂડે સંભળાવ્યો કિસ્સો

Image
CJI Chandrachud : ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે શનિવારે બેંગલુરુમાં ન્યાયિક અધિકારીઓના દ્વિવાર્ષિક સંમેલનમાં એક તાજી ઘટનાને યાદ કરી. તેમણે જણાવ્યું કે, કેવી રીતે સુનાવણી દરમિયાન પોતાની બેસવાની સ્થિતિને લઈને તેમને ટ્રોલિંગ અને દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે, '4-5 દિવસો પહેલાની વાત છે જ્યારે હું એક કેસની સુનાવણી કરી રહ્યો હતો. આ દરમિયાન મને પોતાની કમરમાં થોડો દુખાવો થયો હતો. તેવામાં હું મેં કોર્ટમાં જ પોતાની કોણીઓ ખુરશીની ઉપર રાખી દીધી અને પોતાની ખુરશીની પોઝિશન પણ થોડી શિફ્ટ કરી.' CJIએ કહ્યું કે, 'તેને લઈને કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે તેમને અહંકારી ગણાવ્યા લાગ્યા. તે લોકોએ એવો પણ દાવો કર્યો કે હું કોર્ટમાં ચર્ચા વચ્ચે જ ત્યાંથી ઉભો થયો હતો. પરંતુ તે લોકોને એ નથી ખબર કે મેં જે પણ કર્યું તે માત્ર ખુરશી પર પોતાની જગ્યા બદલવા માટે કર્યું હતું. 24 વર્ષ સુધી ન્યાયથી જોડાયેલા કામ જોવા થોડું કઠિન હોય શકે છે જે મેં કર્યું છે. પરંતુ મેં કોર્ટ નથી છોડી. તે દિવસે પણ મેં માત્ર પોતાની જગ્યા બદલી હતી. પરંતુ તેને લઈને મને ભયંકર દુર્વ્યવહારનો અને ટ્રોલિંગનું શિકાર થવું પ

કેજરીવાલ દારૂ નીતિ કૌભાંડના મુખ્ય સૂત્રધાર : છ દિવસની કસ્ટડી

Image
- મારું જીવન દેશને સમર્પિત : ધરપકડ પછી કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા - કેજરીવાલે દક્ષિણના જૂથ પાસેથી રૂ. 100 કરોડની લાંચ માગી, રૂ. 45 કરોડની લાંચનો ઉપયોગ ગોવા ચૂંટણીમાં કરાયાનો ઇડીનો આરોપ - દિલ્હીના મુખ્યમંત્રી સામે હવે ઈડીના અધિકારીઓની જાસૂસીનો પણ કેસ થશે :  કેજરીવાલને સીએમપદેથી હટાવવા પીઆઈએલ - ઈડીની ધરપકડ સામે સુપ્રીમમાં અરજી કેજરીવાલે પાછી ખેંચી લીધી નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઈઝ પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં શુક્રવારે રાઉઝ એવન્યુની પીએમએલએ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની છ દિવસના ઈડીના રીમાન્ડ પર મોકલી આપ્યા છે. ઈડીએ કેજરીવાલની ૧૦ દિવસની કસ્ટડી માગી હતી. આ પહેલાં ઈડીની ધરપકડના વિરોધમાં કેજરીવાલે ગુરુવારે રાતે જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ શુક્રવારે સવારે કેજરીવાલે સુપ્રીમમાંથી અરજી પાછી ખેંચી લીધી હતી. બીજીબાજુ ઈડીએ કેજરીવાલ પર તેના અધિકારીઓની જાસૂસીનો પણ આરોપ મૂક્યો છે અને આ અંગે પણ તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. દિલ્હીમાં નવી દારૂ નીતિ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધ

રશિયાના મૉસ્કોમાં આતંકવાદી હુમલો, કૉન્સર્ટ હોલમાં અંધાધૂંધ ફાયરિંગ અને બ્લાસ્ટમાં 40ના મોત

Image
Mascow Concert Hall Firing : રશિયાની રાજધાની મૉસ્કોમાં ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનામાં 40થી વધુ લોકોના મોતના સમાચાર છે. રશિયન સમાચાર એજન્સીના અનુસાર, શુક્રવારે મૉસ્કો નજીક એક કૉન્સર્ટ હોલમાં સેનાની વર્દી પહેરેલા પાંચ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું, બાદમાં બ્લાસ્ટ પણ કર્યા, બાદમાં આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થઈ ગયા અને 100થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. હુમલા બાદ વિશેષ પોલીસ દળે મોર્ચો સંભાળી લીધો છે. સમાચાર એજન્સી ધ એસોસિએેડ પ્રેસના રિપોર્ટ અનુસાર, રશિયન રાજધાનીના ક્રોકસ સિટી હોલમાં બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું. બાદમાં વિસ્ફોટના અવાજ પણ સંભળાયા અને કૉન્સર્ટ હોલમાં આગ પણ લાગી. હુમલાખોરો કૉન્સર્ટ હૉલમાં હાજર છે. એપીના રિપોર્ટ અનુસાર, રશિયાની ઉચ્ચ તપાસ એજન્સી મૉસ્કો કૉન્સર્ટ હોલમાં ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનાને આતંકવાદી હુમલો માનીને તપાસ કરી રહી છે. રશિયાના વિદેશ મંત્રાલયે ગણાવ્યો આતંકવાદી હુમલો રશિયાએ ફાયરિંગની ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ ઘટનાની નિંદા કરા કહ્યું કે, આ એક આતંકવાદી હુમલો છે. ઈન્ટરનેશનલ સમુદાયે આ જઘન્ય

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી

Image
BJP And Congress Candidate List : દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ની તારીખો જાહેર થઈ ગઈ છે, વિવિધ પક્ષોએ જાહેર કરેલા ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ભાજપે અત્યાર સુધીમાં ચાર યાદી જાહેર કરી 297 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે ત્રણ યાદી જાહેર કરી અત્યાર સુધીમાં 139 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે અત્યાર સુધીમાં 297 ઉમેદવારના નામ જાહેર કર્યા, જુઓ યાદી કોંગ્રેસે અત્યાર સુધીમાં 139 ઉમેદવારના નામ જાહેર કર્યા, જુઓ યાદી ચૂંટણી પંચે 16 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારે 16 માર્ચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો (Lok Sabha Election 2024 Date) જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલ