ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટની તપાસનો રેલો ઉદયનિધિ સ્ટાલિન સુધી પહોંચ્યો, NCB કરી શકે છે પૂછપરછ!
DMK Leader Udhayanidhi Stalin : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે ફિલ્મ પ્રોડ્યૂસર ઝફર સાદિકની ધરપકડ કરી લીધી છે. તેઓ 2000 કરોડ રૂપિયાના ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનું સંચાલન કરતા રહ્યા છે. ભારત, ઓસ્ટ્રેલિયાથી લઈને ન્યૂઝીલેન્ડ સુધી કાળો કારોબાર ફેલાયેલો છે. ગત મહિને તેના સિન્ડિકેટના ત્રણ લોકોની ધરપકડ બાડ તેના નામનો ખુલાસો થયો હતો. ત્યારબાદ દક્ષિણ ભારતના પ્રમુખ રાજકીય પક્ષ દ્રવિડ મુન્નેત્ર કડગમ એટલે DMKએ તેને પાર્ટીથી બહાર કરી દીધા. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી આ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હતા.
એનસીબી દ્વારા પૂછપરછમાં ખુલાસો થયો છે કે, ઝફર સાદિકે તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિનને સાત લાખ રૂપિયા આપ્યા હતા. જેમાં પાંચ લાખ રૂપિયા પુર સમયના રિલીફ ફંડમાં આપ્યા હતા, જ્યારે બે લાખ પાર્ટી ફંડમાં આપ્યા હતા. તેમણે લાખો રૂપિયા કોઈ સોર્સથી હસ્તગત કરીને તેણે દાન કર્યા હતા, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ તેની પણ તપાસ કરી રહી છે. એનસીબી મની લોન્ડ્રિંગની તપાસ માટે ઈડીને પણ પત્ર લખી રહી છે. તપાસ એજન્સીનું કહેવું છે કે, આ મામલે પૂછપરછ માટે ઉદયનિધિ સ્ટાલિનને પણ બોલાવી શકવામાં આવે છે.
સૂત્રોના હવાલાથી એ પણ ખબર પડે છે કે ઝફર સાદિક તામિલનાડુના રમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિનની સાથે રાજ્યસભા સાંસદ એમએમ એબ્દુલ્લા અને ચેન્નઈ પશ્ચિમના પાર્ટી સચિવ એન. ચિત્રરાસુની સાથે કેટલાક ડીએમકે નેતાઓના ઘણા નજીકના છે. આ ડ્રગ્સ રેકેના ખુલાસા બાદ ભાજપે સત્તાધારી પાર્ટી વિરૂદ્ધ પ્રહાર કર્યા હતા. તામિલનાડુ ભાજપ પ્રમુખના અન્નામલાઈએ કહ્યું કે, ઈન્ટરનેશનલ ડ્રગ લોર્ડ ઝફર સાદિકની ધરપકડ કરી લેવાઈ છે. ગત ત્રણ વર્ષોમાં કેટલાક ડીએમકે નેતાઓના નજીકના રહેલા સાદિક કેવી રીતે મની લોન્ડ્રિંગ કામ કરતા હતા, તે સમજવું જરૂરી છે.
કે. અન્નામલાઈએ કહ્યું કે, તામિલનાડુ ભાજપ ઈડીથી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને એ નક્કી કરવાની અપલી કરે છે કે, ઝફર સાદિકના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવે. ડીએમકે શાસનમાં તામિલનાડુમાં ડ્રગ્સ મુક્ત પ્રવાહ રોકવામાં આવે. એનસીબીના નાયબ મહાનિદેશક જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, સાદિકના તમિલ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગાઢ સંબંધ મળ્યા છે.કેટલાક હાઈ પ્રોફાઈલ લોકોની સાથે સંબંધ સિવાય પોલિટિકલ ફંડિંગના કેટલાક મામલે પણ એજન્સીની તપાસના દાયરામાં છે. આ મામલે સંબંધિત લોકોને પૂછપરછ માટે સમન્સ મોકલાશે.
જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, 'એનસીબી નિષ્પક્ષ અને માન્ય તપાસ કરવામાં વિશ્વાસ કરે છે. એક ગુનેગારની કોઈ જાતિ, ધર્મ કે રાજકીય પાર્ટી નથી હોતી. જે કોઈ પણ એનડીપીએસ કાયદાનું ઉલ્લંઘન કરે છે તે ગુનેગાર છે. અમે આવા કોઈ પણ કેસની તપાસ કરીશું.' તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું કોઈ રાજકીય વ્યક્તિ પણ એજન્સીની તપાસના દાયરામાં છે તો તેમણે કહ્યું કે, અમે આ મામલે ડ્રગ મની ટ્રેલની ગહનતાથી તપાસ કરશે. સાદિકનું અસલી નામ ઝફર સાદિક અબ્દુલ રહમાન છે. ફેબ્રુઆરીમાં એનસીબીના દિલ્હીમાં દરોડા બાદ તે ફરાર થઈ ગયા હતા.
એનસીબી દ્વારા પકડાયા પહેલા તેઓ ચેન્નઈથી તિરૂવનંતપુરમ, મુંબઈ, પુણે, અમદાવાદ અને જયપુર સતત યાત્રા કરી રહ્યા હતા. પરંતુ ગુપ્ત માહિતીના આધારે તેની દિલ્હીમાં ધરપકડ કરી લેવાઈ. તે ભારતથી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને મલેશિયામાં ફેલાયેલા એક ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનું 'માસ્ટરમાઈન્ડ અને કિંગપિન' છે. પૂછપરછ દરમિયાન સાદિકે એનસીબીને જણાવ્યું કે તેઓ ડીએમકેની એનઆરઆઈ શાખાનું ચેન્નઈ પશ્ચિમ ડેપ્યુટી ઓર્ગેનાઈઝર હતું. ગત મહિને ડ્રગ્સ રેકેટમાં તેનું નામ આવ્યા બાદ સત્તાધારી દ્રમુકે તેને પોતાની પાર્ટીથી સસ્પેન્ડ કરી દીધા હતા.
ગત મહિને એનસીબીએ કહ્યું કે, આ ડ્રગ્સ સિન્ડિકેટથી જોડાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી લીધી હતી, જે તામિલનાડુના રહેવાસી હતા. દિલ્હીના બસઈ દારાપુર વિસ્તારમાં સાદિકની કંપની એવેન્ટાના એક ગોડાઉનમાં દરોડા દરમિયાન 50 કિલોગ્રામ નશાયુક્ત પદાર્શ બનાવનાર કેમિકલ સ્યૂડોએફેડ્રિન જપ્ત કરી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની સાથે એનસીબીના આ દરોડા ઓસ્ટ્રેલિયન અને ન્યૂઝીલેન્ડના અધિકારીઓથી મળેલ ગુપ્ત માહિતીના આધારે થઈ હતી. જેમાં કહેવાયું હતું કે, ભારતથી નારિયેળ પાઉડર અને મિશ્રિત ખાદ્ય પાઉડરમાં મોટા પ્રમાણમાં સ્યૂડોએફેડ્રિન છુપાવીને મોકલી રહી છે.
એનસીબીએ જણાવ્યું કે, યુએસ ડીઈએના એક ઇનપુટથી સંકેત મળ્યા કે ડ્રગ કન્સાઇનમેન્ટનો સ્ત્રોત રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હતો. ઝફર સાદિકે ડ્રગ્સના કાળા કારોબારમાંથી મળેલા રૂપિયાને ફિલ્મ પ્રોડક્શન, રિયલ એસ્ટેટ અને ઘણા બિઝનેસમાં લગાવ્યા છે. આ પૈસાથી તેણે તમિલ ફિલ્મ 'મંગઈ' બનાવી છે, જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ રિલીઝ થવાની છે. તેણે ચેન્નાઈમાં એક હોટેલ પણ બનાવી છે. આટલું જ નહીં, ઝફર ડ્રગ્સની દાણચોરીમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 1 લાખનું 'કટ' (કમિશન) લેતો હતો.
આ મામલે ખુલાસા બાદ તામિલનાડુમાં રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ભાજપની સાથે અન્નાદદ્રમુકે પણ ડીએમકે પર આરોપ લગાવ્યા છે કે તેમણે વિસ્તારને ડ્રગ્સનો અડ્ડો બનાવી દીધો છે. અન્નાદ્રમુક મહાસચિવ એડપ્પાદી કે. પલાનીસ્વામીએ કહ્યું કે, 'મુખ્યમંત્રી એમકે સ્ટાલિને લોકોને સ્પષ્ટીકરણ આપવું જોઈએ કે ઝફર સાદિકે એક વરિષ્ઠ પોલીસ અધિકારી સુધી પોતાની પહોંચ કેવી રીતે બનાવી.' તેમણે કહ્યું કે, 'ઝફર દ્રમુક નેતૃત્વની નજીક બની ગયા અને ત્યાં સુધી કે તેમણે એક ડીજીપીથી ભેટ મળી હતી. આ ખુબ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. તેની આકરી નિંદા કરાવી જોઈએ.'
Comments
Post a Comment