શરદ પવારે પ્રથમ લોકસભા ઉમેદવારના નામની કરી જાહેરાત, બારામતીથી ચૂંટણી લડશે સુપ્રિયા સુલે
Supriya Sule Will Contest Lok Sabha Elections : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના પ્રમુખ શરદ પવારે શનિવારે લોકસભા ચૂંટણી માટે પોતાના પહેલા ઉમેદવારના નામની જાહેરાત કરી. પવારે દીકરી સાંસદ સુપ્રિયા સુલેને ફરી એકવાર મહારાષ્ટ્રના બારામતી લોકસભા બેઠકથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા. આ નામ એવા સમયે જાહેર કરાયું છે જ્યારે એવી અટકળો છે કે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બારામતીથી પોતાની પત્ની સુનેત્રા પવારને મેદાનમાં ઉતારી શકે છે.
મહાવિકાસ અઘાડીની રેલીમાં કર્યું એલાન
80 વર્ષીય પવારે પુણે જિલ્લાની ભોરમાં વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી દ્વારા આયોજિત એક રેલી દરમિયાન સુપ્રિયાના નામની જાહેરાત કરી. આ કાર્યક્રમમાં એમવીએની પાર્ટી શિવસેના (UTB)ના રાજ્યસભા સભ્ય સંજય રાઉત પણ ઉપસ્થિત રહ્યા હતા. શરદ પવારે કહ્યું કે, ચૂંટણી પંચ 14 કે 15 માર્ચે લોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણી પંચે તેની પાર્ટીને 'ટ્રમ્પેટ' ચૂંટણી ચિહ્ન આપ્યું છે.
સતત ત્રીજી વખત બારામતીથી સાંસદ છે સુપ્રિયા
તમને જણાવી દઈએ કે, બારામતી બેઠકથી શરદ પવાર 6 વખત સાંસદ બન્યા, ત્યાર બાદ તેમની દીકરી સુપ્રિયા સુલે સતત 3 વખત અહીંથી લોકસભા સાંસદ છે. એકવાર શરદ પવારના ભત્રીજા અજિત પવાર પણ આ બેઠકથી સાંસદ બની ચૂક્યા છે. છેલ્લા 27 વર્ષોમાં આ બેઠક પર પવાર ફેમિલીનું એકહથ્થુ શાસન રહ્યું છે.
ત્યારે, અંદાજ લગાવાઈ રહ્યો છે કે શરદ પવારના ભત્રીજા અજિત પવાર પોતાની પત્ની સુનેત્રા પવારને બારામતીથી લોકસભા બેઠકથી ચૂંટણી લડાવી શકે છે. આ વચ્ચે એક રોચક ઘટના બની છે. સુપ્રિયા સુલે અને સુનેત્રા પવારે બારામતીમાં ન માત્ર મુલાકાત કરી, પરંતુ એકબીજાને ગળે પણ લગાવ્યા અને શુભેચ્છા પણ આપી. બારામતીની નજીક જલોચી ગામમાં કાલેશ્વરી મંદિરમાં નણંદ-ભાભી એક સાથે દર્શન કરવા આવ્યા હતા.
Comments
Post a Comment