'કેદીને જામીન મળી જાય તો 48 કલાકમાં મુક્ત કરો...' હાઈકોર્ટે SOP તૈયાર કરવા આપ્યો નિર્દેશ


Delhi High Court news | જેલના સત્તાધીશો દ્વારા જામીન બોન્ડ સ્વીકારવામાં વારંવાર વિલંબ જેવી ફરિયાદો પર સુઓ મોટો હાથ ધરતાં એક પીઆઈએલ પર દિલ્હી હાઈકોર્ટે સુનાવણી કરી હતી. તેમાં સંબંધિત અધિકારીઓને SOP તૈયાર કરવા નિર્દેશ આપી દીધો હતો. કોર્ટે કહ્યું કે જે કેદીઓને જામીન આપવામાં આવ્યા છે તેઓને 48 કલાકની અંદર જેલમાંથી મુક્ત કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા એસઓપી તૈયાર કરી દેવામાં આવે. 

ચીફ જસ્ટિસના નેતૃત્વ હેઠળની બેન્ચે કહ્યું... 

કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ અમિત મહાજનની બેન્ચે જણાવ્યું હતું કે અંતિમ સંસ્કાર અથવા લગ્નમાં હાજરી આપવા જેવી જરૂરિયાતોને કારણે કેદીને મુક્ત કરવામાં આવી રહ્યા છે તો તેવા કિસ્સાઓમાં સમય મર્યાદામાં વધુ ઘટાડો કરવામાં આવે. 

દિલ્હી સરકારે શું આપી દલીલ?

કોર્ટે દિલ્હી સરકારના વકીલને પણ આ મુદ્દે નિર્દેશ લેવા અને દસ દિવસમાં સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 1 એપ્રિલે થશે. સુનાવણી દરમિયાન, દિલ્હી સરકારે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આપવામાં આવેલી જામીનની વિગતોને ચકાસવામાં લાગેલા સમયને કારણે કેદીની મુક્તિમાં વિલંબ થાય છે અને તેના માટે સમય મર્યાદા નક્કી કરતો પોલીસ પરિપત્ર પહેલેથી જ જાહેર કરાયો છે. 

SOP બનાવો જેથી કેદી 48 કલાકમાં છૂટી જાયઃ કોર્ટ

બેન્ચે ટિપ્પણી કરી હતી કે મોટાભાગના કેદીઓ ગરીબ છે, જેમનું પ્રતિનિધિત્વ કાનૂની સહાયક વકીલો કરે છે અને જામીન મળ્યા પછી તેમના માટે દરેકનો સંપર્ક કરવો શક્ય નથી. ઉપરોક્ત તથ્યોને ધ્યાનમાં રાખીને, કોર્ટે કહ્યું કે એક એસઓપી બનાવવી જોઈએ જેથી કરીને તેને 48 કલાકની અંદર આવા લોકોને મુક્ત કરવામાં આવે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો