મહારાષ્ટ્રમાં ભાજપની મુશ્કેલી વધી, સીટ શેરિંગ મામલે શિંદેએ 22 પર તો અજિતે 10 બેઠક પર ઠોક્યો દાવો

Lok Sabha Elections 2024 : મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં અજિત પવારની રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde)ની શિવસેના, બંનેએ વધુ બેઠકોની માંગ કરતા ભાજપની મુશ્કેલી વધી છે. રાજ્યમાં લોકસભાની કુલ 48 બેઠકો છે, જેમાં NCP અને શિવસેના (Shiv Sena) બંને વધુ બેઠકોની માંગ કરતા સત્તાધારી ગઠબંધન ‘મહાયુતિ’માં અંદરોઅંદર નારાજગી જોવા મળી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પાંચમી અને છઠ્ઠીએ રાજ્યની બે દિવસની મુલાકાતે જવાના છે. આ દરમિયાન બેઠકોની વહેંચણી મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. બીજીતરફ અજિત પવાર 9Ajit Pawar) પણ તે જ દિવસે 16 લોકસભા બેઠકોની સમીક્ષા કરવા મુંબઈમાં બેઠક યોજવાના છે.

વર્તમાન સમયમાં અજિત જૂથની NCP પાસે માત્ર એક જ લોકસભા બેઠક

હાલની સ્થિતિ મુજબ અજિત પવાર જૂથ પાસે માત્ર એક જ લોકસભા બેઠક છે અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે તેનું પ્રતિનિધિ કરી રહ્યા છે. જ્યારે શિરૂર, બારામતી અને સતારા શરદ પવાર જૂથ પાસે છે. અજિત પવાર જૂથની એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય તટકરેએ કહ્યું કે, સમીક્ષા બેઠકમાં પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ અને સંબંધિત ચૂંટણી ક્ષેત્રોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

સીટ શેરિંગ મામલે શિંદેએ 22 પર તો અજિતે 10 બેઠક પર ઠોક્યો દાવો

મળતા અહેવાલો મુજબ એકનાથ શિંહે જૂથે 22 બેઠકો પર દાવો ઠોક્યો છે, તો અજિત પવાર જૂથે 10 બેઠકોની માંગ કરી રહ્યા છે. શિંદેની શિવસેનાના કેબિનેટ મંત્રી શંભુરાજ દેસાઈએ દાવો કર્યો છે કે, ‘2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાએ ‘ધનુષ અને તીર’ ચૂંટણી સિમ્બોલ પર 22 બેઠકો પર ચૂંટણી લડી હતી. અમારી પાર્ટીની આંતરિત ચર્ચા મુજબ અમારી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીમાં 22 બેઠકો પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, અમે કેન્દ્રીય સંસદીય બોર્ડ અને રાર્જનીય સમન્વય હેઠકમાં અમારો પ્રસ્તાવ મુકીશું. અમારી માંગો મુદ્દે અમારા નેતા મુખ્યમંત્રી એકનાથ શિંદે ભાજપ અને એનસીપીના નેતાઓ સાથે ચર્ચા કરશે.’

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો