કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે દેશભરમાં ભાજપના કાર્યાલયોનો ઘેરાવ કરશે આમ આદમી પાર્ટી


Arvind Kejriwal Arrest | આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAP કાર્યકર્તાઓ આજે દિલ્હી સહિત દેશભરમાં ભાજપના કાર્યાલયોની બહાર વિરોધ પ્રદર્શન કરશે.

ગોપાલ રાયે ભાજપ પર પ્રહારો કર્યા 

સીએમની ધરપકડ પર આક્રોશ વ્યક્ત કરતા AAPના દિલ્હી કન્વીનર ગોપાલ રાયે કહ્યું કે ભાજપની કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે. તે કોઈપણ કિંમતે કેજરીવાલનો અવાજ દબાવવા માંગે છે. ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં પોતાની હારથી એટલી ડરી ગઈ છે કે તે કોઈપણ ભોગે કેજરીવાલની ધરપકડ કરવા માંગતી હતી. ભાજપના આ ઈરાદાને પૂર્ણ કરવા માટે EDએ ગુરુવારે કેજરીવાલની ધરપકડ કરી છે.

ભાજપ હેડક્વાર્ટરનો ઘેરાવ કરાશે 

મોડી રાત્રે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ રાયે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું અને કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના વાહનો, બસ, ઓટો, મેટ્રો અથવા કોઈપણ માધ્યમથી રાઉઝ એવન્યુમાં AAP હેડક્વાર્ટર પહોંચે. જે બાદ અમે ભાજપના હેડક્વાર્ટરનો ઘેરાવ કરીશું.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો