હોળી પહેલા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનના મુસાફરોની મુશ્કેલી વધી, 18થી 22 વચ્ચે ઘણી ટ્રેનો રદ


Indian Railways : હોળીના તહેવારને ધ્યાને રાખી ભારતીય રેલવેએ ટ્રેનોના રૂટમાં મોટા ફેરફાર કર્યા છે. હાલ તહેવારને પગલે રેલવે સ્ટેશનો પણ મુસાફરોની ભીડ જોવા મળી રહી છે, જેને ધ્યાને રેલવેએ રાખી ઘણી સ્પેશિયલ ટ્રેનો (Special Train) ચલાવાનો નિર્ણય લીધો છે. રેલવે ગત વર્ષના મુકાબલે આ વર્ષે 50 ટકા વધુ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે ગુજરાત (Gujarat), મહારાષ્ટ્ર (Maharashtra) અને રાજસ્થાન (Rajasthan) જતા મુસાફરોની મુશ્કેલી વધી ગઈ છે. કારણ કે રેલવેએ 18 માર્ચથી 22 માર્ચ વચ્ચે આ રાજ્યોના કેટલાક રૂટ પરની ઘણી ટ્રેનો રદ કરી દીધી છે.

નૉન ઈન્ટરલૉકિંગના કામના કારણે કેટલીક ટ્રેનો રદ 

પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું કે, અમદાવાદ મંડળના ગાંધીધામ (Gandhidham) અને ગાંધીધામ કેબિન વચ્ચે નૉન ઈન્ટરલૉકિંગની કામગીરી ચાલી રહી હોવાના કારણે 19 માર્ચ-2024થી 22 માર્ચ-2024 સુધી બ્લૉક લેવાયો છે, જેના કારણે ગાંધીધામથી પસાર થતી ટ્રેનો પર અસર પડશે.

આ આઠ ટ્રેનો રદ કરાઈ (Canceled Train List)

  • 19થી 22 માર્ચ - ભુજ-ગાંધીનગર સ્પેશિયલ ટ્રેન નંબર 09456
  • 19થી 22 માર્ચ - ગાંધીનગર-ભુજ સ્પેશિયલ ટ્રેન નંબર 09455
  • 18 અને 20 માર્ચ - જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ, ટ્રેન નંબર 22483 
  • 19 અને 21 માર્ચ - ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ, ટ્રેન નંબર 22484
  • 21 માર્ચ - ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, ટ્રેન નંબર 09416
  • 21 માર્ચ - બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સ્પેશિયલ, ટ્રેન નંબર 09415
  • 21 માર્ચ - ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, ટ્રેન નંબર 22952
  • 22 માર્ચ  - બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ એક્સપ્રેસ, ટ્રેન નંબર 22951

આ ટ્રેનો આંશિક રીતે રદ કરાઈ 

  • 18 માર્ચ - પુણેથી આવતી પુણે-ભુજ એક્સપ્રેસ ટ્રેન (નંબર 11092) માત્ર અમદાવાદ સ્ટેશન સુધી આવશે, પરંતુ તે આગળ ભુજ નહીં જાય.
  • 20 માર્ચ - ભુજથી ઉપડતી ભુજ-પુણે એક્સપ્રેસ ટ્રેન (નંબર 11091) અમદાવાદ સ્ટેશનથી ઉપડશે અને પુણે તરફ આગળ વધશે.
  • 19 માર્ચ - નાગરકોઈલથી આવતી નાગરકોઈલ-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન (નંબર 16336) અમદાવાદ સ્ટેશન સુધી જ આવશે, પરંતુ તે ગાંધીધામ તરફ જશે નહીં.
  • 22 માર્ચ - ગાંધીધામથી ઉપડતી ગાંધીધામ-નાગરકોઇલ એક્સપ્રેસ ટ્રેન (નંબર 16335) ગાંધીધામને બદલે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે અને અહીંથી નાગરકોઈલ તરફ આગળ વધશે.
  • 20 અને 21 માર્ચ - પાલનપુર-ગાંધીધામ ટ્રેન (નંબર 19406) ગાંધીધામના બદલે સામાખ્યાલી સ્ટેશન સુધી જ જશે અને ગાંધીધામ અને સામાખ્યાલી વચ્ચે રદ રહેશે.

આ ટ્રેનોનો બદલાયો રૂટ (Train Route Change List)

  • આ ઉપરાંત ઘણી ટ્રેનો ગાંધીધામ કેબિન-ગાંધીધામ-આદિપુર રૂટના બદલે ગાંધીધામ કેબિન-આદિપુરથી જશે અને ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.
  • 20 અને 21 માર્ચ - ટ્રેન નંબર 22955, બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ
  • 20 માર્ચ - ટ્રેન નંબર 14321, બરેલી-ભુજ એક્સપ્રેસ
  • 20 માર્ચ - ટ્રેન નંબર 22903, બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ
  • 21 માર્ચ - ટ્રેન નંબર 20907, દાદર-ભુજ એક્સપ્રેસ
  • 21 માર્ચ - ટ્રેન નંબર 14311, બરેલી-ભુજ એક્સપ્રેસ
  • 21 માર્ચ - ટ્રેન નંબર 22904, ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
  • 21 માર્ચ - ટ્રેન નંબર 14322, ભુજ-બરેલી એક્સપ્રેસ
  • 21 માર્ચ - ટ્રેન નંબર 22956, ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
  • 21 માર્ચ - ટ્રેન નંબર 22908, ભુજ-દાદર એક્સપ્રેસ
  • 22 માર્ચ - ટ્રેન નંબર 14312, ભુજ-બરેલી એક્સપ્રેસ

રેગ્યુલેટ થનારી ટ્રેનો

21 માર્ચે ટ્રેન નંબર12474 શ્રી માતા વૈષ્ણોદેવી કટડા-ગાંધીધામ એક્સપ્રેસ નૉન ઈન્ટરલોકિંગ કાર્ય પૂર્ણ થવા સુધી સમાખ્યાલી સ્ટેશન પર રોકાશે જ્યારે 22 માર્ચે ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ નૉન ઈન્ટરલોકિંગ કામગીરી પૂર્ણ થયાના એક કાલક બાદ પ્રસ્થાન કરશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે