Cvigil APP : આચારસંહિતાનો ભંગ થાય તો આ રીતે મોકલાવો પુરાવો, ચૂંટણી પંચ 100 મિનિટમાં લેશે એક્શન


Lok Sabha Elections 2024 : આજે લોકસભા ચૂંટણી-2024ની તારીખો જાહેર થવાની સાથે જ આદર્શ આચારસંહિતા (Code Of Conduct) પણ લાગુ થઈ ગઈ છે. ઘણીવખત ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિત ભંગના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે, તેથી આ ચૂંટણીમાં નિયમોનું ઉલ્લંઘન ન થાય તે માટે ચૂંટણી પંચે Cvigil APPની પણ વ્યવસ્થા કરી છે. આ એપ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ (Complaint) મિનિટોમાં થઈ શકશે અને ફરિયાદ બાદ 100 મિનિટની અંદર કાર્યવાહી કરાશે. કોઈપણ વ્યક્તિ મોબાઈલ દ્વારા સરળતાથી આચારસંહિતા ભંગની ફરિયાદ કરી શકે છે.

ફરિયાદ બાદ 100 મિનિટમાં કાર્યવાહી

જો તમારા ધ્યાનમાં આચારસંહિતા ભંગની કોઈ ઘટના સામે આવે અને તમારી પાસે તેનો કોઈ ફોટો કે વીડિયોનો પુરાવો હોય તો તમે સરળતાથી ઓનલાઈન ફરીયાદ કરી શકો છો. આ માટે તમારે એન્ડ્રોઈડ મોબાઈલમાં Cvigil એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમે ફોટો અથવા બે મિનિટનો વીડિયો સાથે સંક્ષિપ્ત મુદ્દો લખી ઉલ્લંઘનની ફરિયાદ ઓનલાઈન કરી શકો છો. આ એપની ખાસ વાત એ છે કે, આમાં ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે અને આચાર સંહિતા ઉલ્લંઘન કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે તમે કેપ્શન સાથે ફોટો કે વીડિયો અપલોડ કરશો તો તમારું લોકેશન ઓટો મોડમાં તુરંત ટ્રેસ થઈ જશે અને તમે જે બાબતે ફરિયાદ કરી હશે તેનો 100 મિનિટ અંદર ચૂંટણી પંચ નિવેડો લાવશે.

ચૂંટણી પંચે આજે લોકસભા, વિધાનસભા અને પેટા-ચૂંટણીની તારીખો જાહેર કરી

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે આજે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી દીધી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ 7 મેના રોજ જ મતદાન થશે. રાજ્યમાં 12 એપ્રિલે નોટિફિકેશન જાહેર થશે, ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ નિર્ધારીત કરાઈ છે. રાજ્યની ચૂંટણીઓના પરિણામો ચોથી જૂને જાહેર થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજીસ્ટર્ડ (Total Voters Registered) થયા છે.

Lok Sabha Elections 2024 : દેશમાં સાત તબક્કામાં ક્યારે અને કયા રાજ્યમાં થશે મતદાન? જુઓ સમગ્ર કાર્યક્રમ

Lok Sabha Elections 2024 : આ ચૂંટણીમાં કુલ 96.6 કરોડ મતદારો, 2019ના મુકાબલે 6% મતદારો વધ્યા, જાણો મહિલા-પુરુષ-યુવા વોટર કેટલા?

દેશના 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાણો, કયા રાજ્યમાં ક્યારે યોજાશે મતદાન

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો