બ્રેકઅપ પછી આપઘાતના કિસ્સામાં સાથી દોષિત નહીં : કોર્ટ


બોયફ્રેન્ડના આપઘાત કેસની આરોપી યુવતી તથા તેના મંગેતરનો છૂટકારો

મનની મરજી પ્રમાણે સાથી બદલવામાં આવે તે નૈતિક રીતે ખોટું છે પરંતુ તરછોડાયેલા સાથી માટે કોઈ કાનૂની ઉપાય નથી 

મુંબઈ: બ્રેકઅપ પછી માનસિક આઘાતને પગલે કોઈ આપઘાત કરે તો તેના સાથી પર આપઘાત પાછળની દુષ્પ્રેરણાનો કેસ બનતો નથી તેવું કહી અહીંને એક કોર્ટે મહિલાને છોડી મૂકી હતી. પોતાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડના આપઘાત માટે યુવતી પર દુષ્પ્રેરણાનો આરોપ મૂકાયો હતો.

પોતાના સાથીને મનમરજી પ્રમાણે બદલવું નૈતિક રીતે ખોટું છે પણ સંબંધમાં નિષ્ફળતા મેળવનાર વ્યક્તિ માટે કાયદામાં કોઈ ઉપાય નથી તેવું કોર્ટે કહ્યું હતું.

વધારાના સેશન્સ જજ એનપી મેહતાએ ૨૯મી ફેબુ્રઆરીએ ઉપરોક્ત અવલોકન કરી મહિલા અને તેના મંગેતરને છોડી મૂકવામાં આવ્યા હતા. મનીષા ચૂડાસમા અને તેના મંગેતર રાજેશ પંવાર પર  મનીષાના ભૂતપૂર્વ સાથી  નીતિન કેનીના આપઘાતમાં દુષ્પ્રેરણાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

૧૫મી જાન્યુઆરીએ નીતિન કેની તેના ઘરમાં ગળાફાસો ખાધેલી હાલતમાં મળ્યો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકને આપઘાત કરવા દોરે તેવું આરોપી દ્વારા સૂચન, ઉશ્કેરણી અથવા પ્રોત્સાહન જણાય તો ઈન્ડિયન પેનલ કોડના ૩૦૬ હેઠળ દુષ્પ્રેરણા બને છે તેવું જજે પોતાના ઓર્ડરમાં કહ્યું હતું.

'પ્રેમ કરતો વ્યક્તિનો સાથીદાર તો કોઈ કારણ વગર સંબંધ તોડે તો તે વ્યક્તિ માનસિક રીતે ભાંગી પડે છે. પ્રેમસંબંધ તૂટી જવાથી માનસિક આઘાતમાં સરી પડેલો વ્યક્તિ આપઘાત કરે તો તેનો કેસ આઈપીસીની ૩૦૬ અને સેકશન ૧૦૭ હેઠળ કેસ બનતો નથી' તેવું કોર્ટે કહ્યું હતું.

યુવતી અને તેના મંગેતરે પીડિતને માનસિક ત્રાસ આપી આપઘાત કરવા દોરી ગયા હતા તેવી દલીલ ફરિયાદ પક્ષે કરી હતી. યુવતી પીડિત સાથે સંબંધમાં હતી પણ તેને પડતો મૂકી અન્ય સાથે વેવિશાળ કર્યું હતું તેવું ફરિયાદ પક્ષે કહ્યું હતું. પીડિત યુવતીનો પીછો કરતો હતો અને યુવતીએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પણ તેણે પીછો કરવાનું બંધ કર્યું ન હતું તેવી દલીલ બચાવ પક્ષે કરી હતી.પીડિત 'ઉદાસ અને માનસિક રીતે ભાંગી પડેલો હતો અને યુવતીના અન્ય સાથેના સંબંધ પછી મનથી ભાંગી પડયો હતો તેવું ફરિયાદ પક્ષની જુબાનીથી જોઈ શકાય છે તેવું કોર્ટે કહ્યું હતું.

પીડિત સાથે સંબંધ તોડયા પછી યુવતીએ અન્ય સાથે વેવિશાળ કર્યું હતું તેવું ધારી લઈએ તો સંજોગો એવા ન હતા કે પીડિતે અંતિમ પગલું ભરવું પડયું તેવું કોર્ટે કહ્યું હતું.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો