IPL વચ્ચે શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં ભારતનો 48 વર્ષ જૂનો 'વર્લ્ડ રેકોર્ડ' તોડ્યો


Sri Lanka : આઈપીએલ 2024ની લીગ ચાલી રહી છે અને તમામ ક્રિકેટ પ્રમીઓ ટૂર્નામેન્ટમાં મશગૂલ છે. પરંતુ આ વચ્ચે શ્રીલંકાએ ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચતા ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. શ્રીલંકા અને બાંગ્લાદેશની બે મેચોની ટેસ્ટ સીરીઝનો બીજો મુકાબલો ચૈટોગ્રામમાં રમાઈ રહ્યો છે. મેચના બે દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને બીજા જ દિવસે શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

જોકે, શ્રીલંકાએ ચૈટોગ્રામમાં રમાયેલા મુકાબલાની પહેલી ઈનિંગમાં 531 રન બોર્ડ પર લગાવ્યા. આટલો મોટો સ્કોર બનાવવા છતા પણ શ્રીલંકા માટે કોઈ પણ ખેલાડીએ સદી ફટકારી નથી અને તેનાથી જ તેમણે ભારતનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં વગર સદીએ એક ઈનિંગમાં સૌથી મોટો ટોટલ બનાવવાનો રેકોર્ડ ભારતના નામે હતો, જેને હવે શ્રીલંકાએ પોતાના નામે કરી લીધો.

આજથી 48 વર્ષ પહેલા 1976માં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે કાનપુરમાં રમાયેલા મુકાબલામાં 9 વિકેટ પર 524 રનનો ટોટલ બનાવ્યો હતો. આ ઈનિંગમાં ભારત માટે કોઈએ પણ સદી ફટકારી ન હતી. હવે શ્રીલંકા 531 રનોના ટોટલ સાથે ભારતથી આગળ નીકળી ગયું છે. હવે ટેસ્ટની એક ઈનિંગમાં વગર સદીએ સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના નામ પર નોંધાયો છે.

શ્રીલંકા તરફથી ભલે બેટ્સમેને સદી ન ફટકારી હોય, પરંતુ ટીમના 6 બેટ્સમેનોએ અડધી સદીની ઈનિંગ રમી. કુસલ મેન્ડિસ તો 93 રને આઉટ થયો. મેન્ડિસે 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 92 રન બનાવ્યા.

ટેસ્ટમાં સદી વિના એક ઇનિંગ્સમાં સૌથી વધુ સ્કોર

  • બાંગ્લાદેશ સામે શ્રીલંકાના 531 રન, વર્ષ 2024
  • ન્યુઝીલેન્ડ સામે ભારતના 524 રન, વર્ષ 1976
  • વેસ્ટ ઈન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયાના 520 રન, વર્ષ 2009
  • ઓસ્ટ્રેલિયા સામે દક્ષિણ આફ્રિકાના 517 રન, વર્ષ 1998
  • ઑસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનના 500 રન, વર્ષ 1981

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો