બિટકોઈનમાં આગઝરતી તેજી, પ્રથમ વખત 73,000 ડોલરની સપાટી કૂદાવી ઓલ ટાઈમ હાઈ સ્પર્શ્યું


અમદાવાદ : બિટકોઈનના ભાવમાં વધારો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. બુધવારે ટ્રેડિંગ દરમિયાન, તેની કિંમત પ્રથમ વખત ૭૩,૦૦૦ ડોલર (એટલે કે ૬૦,૫૦,૬૫૯ રૂપિયા) સુધી પહોંચી હતી. છેલ્લા ૨૪ કલાકમાં ટ્રેડિંગ દરમિયાન બિટકોઈનની કિંમત ૭૩,૬૬૧ ડોલર પર પહોંચી ગઈ છે.

અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષા કરતા થોડા વધુ રહ્યા છે પરંતુ રોકાણકારોનું કહેવું છે કે આનાથી વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતામાં કોઈ ફરક પડશે નહીં. એવું માનવામાં આવે છે કે યુએસ ફેડરલ બેંક આ વર્ષના મધ્યમાં વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. જેના કારણે બિટકોઈનની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.

બુધવારે ટ્રેડિંગ દરમિયાન, તેની કિંમત પ્રથમ વખત  ૭૩,૦૦૦ ડોલરની સપાટી કુદાવી ગઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ટ્રેડિંગ દરમિયાન બિટકોઈનની કિંમત વધીને ૭૩,૬૬૧ ડોલર પર પહોંચી ગઈ છે.અમેરિકામાં લેટેસ્ટ ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં ગ્રાહક ભાવમાં ૦.૩૬ ટકાનો વધારો થયો છે. તે ૦.૩ ટકાની ઝડપે વધવાની ધારણા હતી. ઇંધણ અને આશ્રયના ભાવમાં વધારાને કારણે વાર્ષિક ધોરણે કોર ફુગાવો નજીવો ઘટીને ૩.૮ ટકા થયો હતો. 

ફેબ્રુઆરીમાં સીપીઆઈ ડેટા અપેક્ષા કરતાં વધુ હતો. આ હોવા છતાં, બિટકોઈનની કિંમત ૭૨,૦૦૦ ડોલરથી ઉપર રહી છે. છેલ્લા એક મહિનામાં તેની કિંમતમાં ૪૪ ટકાનો વધારો થયો છે અને તે ૭૬,૦૦૦ ડોલર સુધી જઈ શકે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો