કોંગ્રેસની લોકસભા ઉમેદવારોની 5મી યાદી આવી, ગુજરાતના બંને પાડોશી રાજ્યોમાં 3 નામ જાહેર થયા
Lok Sabha Elections 2024 : કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં રાજસ્થાનની બે લોકસભા અને મહારાષ્ટ્રની એક લોકસભા બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
ક્યાંથી કોને ટિકિટ...?
પાર્ટીએ રાજસ્થાનના જયપુરથી પોતાનો ઉમેદવાર બદલ્યો છે. અહીંથી સુનિલ શર્માના સ્થાને પ્રતાપ સિંહ ખાચરિયાવાસને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય રાજ્યની દૌસા બેઠક પરથી મુરારી લાલ મીણાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ મહારાષ્ટ્રની ચંદ્રપુર લોકસભા સીટ પરથી પ્રતિભા સુરેશ ધાનોરકરને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસે પણ કુલ 5 યાદી જાહેર કરી...
ઉલ્લેખનીય છે કે અગાઉ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે 46 ઉમેદવારો સાથે ચોથી યાદી જાહેર કરી હતી. તે પહેલા કોંગ્રેસે પહેલી યાદીમાં 39 ઉમેદવાર, બીજી યાદીમાં 43 ઉમેદવારો અને ત્રીજી યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. વારાણસીમાં વડાપ્રધાન મોદીની સામે અજય રાયને ઉતારાયા છે.
Comments
Post a Comment