એક પણ ધારાસભ્ય - સાંસદ ન ધરાવતી પાર્ટી 'I.N.D.I.A' માટે માથાનો દુખાવો કેવી રીતે બની?


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, આવતીકાલે ચૂંટણની તારીખો જાહેર થવાની છે, તેમ છતાં I.N.D.I.Aમાં ધમાસાણ યથાવત્ જોવા મળી રહ્યું છે. એકતરફ ઈન્ડિયા ગઠબંધન (INDIA Alliance)ના પક્ષો વચ્ચે હજુ પણ સીટ શેયરિંગ (Maharashtra Seat Sharing)નો ફોર્મ્યૂલા નક્કી થયો નથી, તો બીજીતરફ એકપણ ધારાસભ્ય કે સાંસદ ન ધરાવતા મહારાષ્ટ્રના બહુજન અઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકર (Prakash Ambedkar) ગઠબંધનમાં સામેલ થયા બાદ કોંગ્રેસ (Congress), શિવસેના યુબીટી (Shiv Sena UBT) સહિતના નેતાઓનું ટેન્શન વધારી રહ્યા છે. પ્રકાશ આંબેડકરે પાસે એક પણ ધારાસભ્ય, સાંસદ કે કોર્પોરેટર ન હોવા છતાં તેઓ પોતાની શરતોથી કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની શિવસેના અને શરદ પવાર (Sharad Pawar)ની પાર્ટીની મુશ્કેલી વધારી રહ્યા છે.

પ્રકાશ આંબેડકરે ઈન્ડિયા ગઠબંધનની મુશ્કેલી વધારી

મહારાષ્ટ્રમાં BJPના નેતૃત્વવાળા ગઠબંધનમાં એકનાથ શિંદે (Eknath Shinde)ની શિવસેના અને અજિત પવાર (Ajit Pawar)ની NCP સામેલ છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની પાર્ટીનું ગઠબંધન છે. ઉદ્ધવ ઠાકરેની પહેલ બાદ વંચિત બહુજન આઘાડીના વડા પ્રકાશ આંબેડકર ગત મહિને ગઠબંધનમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ શરત પર શરત મુકી ગઠબંધનની મુસાબત વધારી રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તેમના કારણે ગઠબંધનમાં સીટ શેયરિંગનો મામલો ઉકેલવાના બદલે વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે. સ્થિતિ એવી છે કે, મહારાષ્ટ્રમાં હજુ પણ સીટ શેયરિંગનો કોઈ નિવેડો આવી શક્યો નથી.

પ્રકાશ આંબેડકરની શરતો શું છે ?

પ્રકાશ આંબેડકરે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થયા બાદ તેમને પ્રથમ બેઠકમાં જ ઘણી શરતો મુકી હતી. તેઓએ સીટ શેયરિંગ ફોર્મ્યુલો લાવી કહ્યું હતું કે, મહારાષ્ટ્રની કુલ 48 લોકસભા બેઠકોમાંથી ઈન્ડિયા ગઠબંધનના ચાર ઘટક દળોને બરાબર ભાગે 12-12-12-12 બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ. ત્યારબાદ તેમણે બીજી શરત મુકી કે, ઈન્ડિયા ગઠબંધને મહારાષ્ટ્રની પાંચ બેઠકો પર OBC અને બે બેઠકો પર લઘુમતી સમુદાયના ઉમેદવારને ઉતારવા જોઈએ. તેમણે એવી પણ શરત રાખી કે, ઈન્ડિયા ગઠબંધનના તમામ ઉમેદવારોએ શપથપત્ર લખવો જોઈએ કે, તેઓ ચૂંટણી જીત્યા બાદ ભાજપ સાથે નહીં જોડાય. ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું કે, ગઠબંધનમાં સામેલ પક્ષોએ પણ શપથપત્ર આપવો જોઈએ કે, તેઓ ચૂંટણી બાદ ભાજપ સાથે હાથ નહીં મિલાવે.

પ્રકાશ આંબેડકરે બે નહીં, વધુ બેઠકો જોઈએ

સીટ શેયરિંગનો મુદ્દો સળગેલો હોવા છતાં પ્રકાશ આંબેડકરે પોતાની પાર્ટીના ઉમેદવારોના નામ જાહેર કરવાના શરૂ કરી દીધા છે. તેમણે સાંગલી અને વર્ધા બેઠક પર ઉમેદવારનું નામ પણ જાહેર કરી દીધું છે. આ ઉપરાંત તેમણે અકોલા, અમરાવતી, ડિંડોરી, રામટેક અને એક મુંબઈ બેઠકની માંગ કરી છે. જોકે તેમને માત્ર બે બેઠકો જ અપાઈ હોવાની ગઠબંધનમાં ચર્ચા છે. પરંતુ તેમને વધુ બેઠકો મેળવવાની ઈચ્છા છે. પ્રકાશ જાવડેકર જે રીતે શરતો મુકી રહ્યા છે, તે રીતે મામલો પેચીદો જ બનતો જઈ રહ્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે