કેજરીવાલ-હેમંત સોરેનની મુક્તિ, ચૂંટણીમાં તમામ પક્ષને સમાન તક, ‘INDIA’ ગઠબંધને કરી પાંચ માગ


Lok Sabha Elections 2024 : ઈડી દ્વારા જમીન કૌભાંડ (Land Fraud Case)માં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અને દિલ્હી લિકર પોલિસી કૌભાંડ (Delhi Liquor Policy Scam)માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ તેમજ વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહી સહિતના મુદ્દે આજે દિલ્હીના રામલીલા મેદાનમાં I.N.D.I.A. ગઠબંધનની મહારેલી યોજાઈ હતી. આ દરમિયાન ગઠબંધને ચૂંટણી પંચ સમક્ષ પાંચ માંગણી મુકી છે.

‘કેજરીવાલ-હેમંત સોરેનને મુક્ત કરો’

ગઠબંધનની માંગ મુજબ ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં સમાન તકો સુનિશ્ચિત કરવી જોઈએ. ચૂંટણી પંચે તપાસ એજન્સીઓ દ્વારા ચૂંટણીમાં ધાંધલધમાલ કરવાના ઉદ્દેશ્ય સાથે વિરોધ પક્ષો સામે કરવામાં આવતી કાર્યવાહીને રોકવી જોઈએ. આ ઉપરાંત તેમણે એવી પણ માંગ કરી છે કે, હેમંત સોરેન (Hemnt Sonen) અને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને તુરંત મુક્ત કરી દેવા જોઈએ.

‘વિપક્ષ સામેની બળજબરીથી કરાતી કાર્યવાહી બંધ કરો’

તેમાં એમ પણ કહેવાયું છે કે, વિપક્ષની રાજકીય પાર્ટીઓનું આર્થિક રીતે ગળું દબાવવા બળજબરીથી કરાતી કાર્યવાહી તુરંત બંધ કરવામાં આવે. આ ઉપરાંત ચૂંટણી ફંડનો ઉપયોગ કરીને ભાજપ દ્વારા બદલાની ભાવના, ખંડણી અને મની લોન્ડરિંગના આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ SITની રચના કરવી જોઈએ.

ઈન્ડિયા ગઠબંધનના આ નેતાઓએ મહારેલીમાં ભાગ લીધો

કેજરીવાલ અને સોરેનની ધરપકડ બાદ રવિવારે રામલીલા મેદાનમાં એકતાની શક્તિ દર્શાવવા ઈન્ડિયા ગઠબંધનની મેગા રેલી યોજાઈ હતી. આ દરમિયાન લોકશાહી અને બંધારણને બચાવવાની હાકલ કરાઈ હતી. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, NCPના શરદ યાદવ (શરદચંદ્ર પવાર), નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા, શિવસેના (UBI)ના વડા ઉદ્ધવ ઠાકરે, ડાબેરી નેતાઓ સીતારામ યેચુરી, ડી.રાજા, દીપાંકર ભટ્ટાચાર્ય, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, RJDના તેજસ્વી યાદવ અને TMCના ડેરેક ઓબ્રાયન જોડાયા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો