ભાજપે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી, સની દેઓલની ટિકિટ કપાઈ, જુઓ આખી યાદી


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. જેમાં 11 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. ઓડિસાના ત્રણ, પંજાબના છ અને પશ્ચિમ બંગાળના બે ઉમેદવારના નામ જાહેર કરાયા છે. મહત્વની વાત એ છે કે, પંજાબના ગુરદાસપુર લોકસભા બેઠકથી હાલના સાંસદ અને બોલીવુડ એક્ટર સની દેઓલની ટિકિટ કપાઈ છે. તેની જગ્યાએ દિનેશ સિંહને ટિકિટ અપાઈ છે.

ભાજપની 27 સભ્યની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત, રાજનાથ અધ્યક્ષ અને નિર્મલા સીતારમણ સંયોજક 

ભાજપે આજે (શનિવાર) લોકસભા ચૂંટણી 2024ની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી છે. ચૂંટણી ઢંઢેરો નક્કી કરતી આ સમિતિમાં ચાર રાજ્યના મુખ્યમંત્રી સહિત કુલ 27 સભ્ય છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષ પદે રચાયેલી આ સમિતિમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણને સંયોજક અને પિયૂષ ગોયલને સહ-સંયોજકની જવાબદારી સોંપાઈ છે. આ સમિતિમાં ગુજરાત સહિત ચાર રાજ્યના મુખ્યમંત્રીઓને પણ સામેલ કરાયા છે. તેમાં ભૂપેન્દ્ર પટેલની સાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયને પણ સ્થાન અપાયું છે. આ ઉપરાંત તેના સભ્યોમાં શિવરાજ સિંહ ચૌહાણ, સ્મૃતિ ઈરાની, વસુંધરા રાજે, કિરેન રિજીજુ અને અર્જુન મુંડા જેવા ચર્ચાસ્પદ ચહેરા પણ સમાવાયા છે.



Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો