કેજરીવાલની ધરપકડના વિરોધમાં દિલ્હીમાં 'ઈન્ડિયા'ની કાલે મહારેલી


- સુનીતા, કલ્પના સોરેન પણ સંબોધન કરશે

- દિલ્હી સીએમનાં પત્ની સુનીતાએ 'કેજરીવાલ કો આશિર્વાદ' વોટ્સએપ અભિયાન લોન્ચ કર્યું

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં 'ઈન્ડિયા' ગઠબંધનની મહારેલી રવિવારે યોજાશે. આ રેલીમાં ગઠબંધનના ૧૩ સહયોગી પક્ષો જોડાશે. બીજીબાજુ અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલે શુક્રવારે 'કેજરીવાલ કો આશિર્વાદ' વોટ્સએપ અભિયાન લોન્ચ કર્યું છે.

દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી મહારેલીમાં સુનીતા કેજરીવાલ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેન પણ સંબોધન કરશે. આ સિવાય મહારેલીમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ડેરેક ઓ'બ્રાયન, ટી. શીવા, ફારુક અબ્દુલ્લા, ચંપઈ સોરેન, કલ્પના સોરેન, સીતારામ યેચુરી, ડી. રાજા, દીપંકર ભટ્ટાચાર્ય અને ફોરવર્ડ બ્લોકના કેજી દેવરાજન જોડાશે. આ મહારેલીમાં ૨૦૦૦૦થી વધુ લોકો ઉમટી પડશે તેવી ઈન્ડિયા ગઠબંધનને આશા છે. આ રેલીમાં 'તાનાશાહી હટાઓ, લોકતંત્ર બચાઓ'નો સૂત્રોચ્ચાર લખેલો હશે. લોકસભા ચૂંટણી પહેલાં ઈન્ડિયા ગઠબંધનની આ પહેલી મોટી રેલી છે.

દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ શુક્રવારે 'કેજરીવાલ કો આશિર્વાદ' વોટ્સએપ અભિયાન લોન્ચ કર્યું છે, જેમાં લોકોને અરવિંદ કેજરીવાલને તેમના આશીર્વાદ અને પ્રાર્થના મોકલવા વિનંતી કરાઈ છે. આ માટે તેમણે બે વોટ્સએપ નંબર ૮૨૯૭૩૨૪૬૨૪ અને ૯૭૦૦૨૯૭૦૦૨ જાહેર કર્યા છે. સુનીતા કેજરીવાલે કહ્યું કે, લોકો આ નંબરો પર તેમના આશીર્વાદ, સંદેશા મોકલી શકશે. સુનીતા કેજરીવાલે શુક્રવારે ડિજિટલ બ્રિફિંગમાં કહ્યું કે, દેશમાં સૌથી ભ્રષ્ટ અને તાનાશાહી સરકારને તેમના પતિએ પડકારી છે. તેમણે લોકોને અરવિંદ કેજરીવાલને આશીર્વાદ આપી સહયોગ કરવા જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો