ભાજપને ઝટકો! વધુ એક રાજ્યમાં સહયોગી પક્ષ સાથે ગઠબંધન તૂટ્યું, એકલા ચૂંટણી લડવાનું એલાન


Lok sabha election 2024: વધુ એક રાજ્યમાં ભાજપનું ગઠબંધન તૂટ્યું છે. ખરેખર ભાજપે સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) સાથેના ગઠબંધનને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. સિક્કિમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડી.આર. થાપાએ કહ્યું કે પાર્ટી રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે. બીજી તરફ એસકેએમના નેતા જેકબ ખાલિંગ રાયે કહ્યું કે છેલ્લી ચૂંટણીમાં અમે દેશ અને રાજ્યના હિતમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું.

ગઇકાલે ભાજપની પાંચમી યાદી જાહેર થઇ હતી...

અગાઉ શનિવારે દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે સિક્કિમ પ્રદેશ ભાજપ અધ્યક્ષ ડીઆર થાપા અને SKM નેતાઓ વચ્ચે સીટ શેરિંગ પર બેઠક યોજાઈ હતી. જ્યાં બંને પક્ષના નેતાઓ વચ્ચે સહમતિ સધાઈ શકી ન હતી. બેઠક બાદ થાપાએ સિક્કિમના રંગપો વિસ્તારમાં મીડિયાને નિવેદન આપ્યું કે SKM સાથે ગઠબંધન સમાપ્ત થઈ ગયું છે. દરમિયાન રવિવારે ભાજપે લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીએ કંગના રનૌતને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો