ગુજરાતના 26 સાંસદોનો રિપોર્ટ કાર્ડ, ગૃહમાં 79 ટકા હાજરી આપી, સરેરાશ 206 સવાલ પૂછ્યાં
Image : Sansad |
Lok Sabha Elections 2024 : લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. 20 માર્ચે પ્રથમ તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ચોથી જૂને પરિણામ આવતાં જ કોની સરકાર રચાશે તેના રહસ્ય પરથી પડદો ઊંચકાઈ જશે. 17મી લોકસભામાં એટલે 2019થી 10 ફેબ્રુઆરી 2024માં ગુજરાતના 26 સાંસદોની સંસદમાં સરેરાશ 79 ટકા હાજરી નોંધાઈ હતી અને તેમના દ્વારા સરેરાશ 206 સવાલ પૂછવામાં આવ્યા હતા.
પંચમહાલના સાંસદની સૌથી વધુ હાજરી નોંધાઈ હતી
17મી લોકસભામાં દેશના સાંસદની સરેરાશ હાજરી 87 ટકા હતી. જેની સરખામણીએ ગુજરાતના સાંસદોની 79 ટકા હાજરી જોવા મળી હતી. જેમાં પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડની 96 ટકા સાથે સૌથી વધુ હાજરી નોંધાઈ હતી. ગુજરાતના અન્ય સાંસદો કે જેમની હાજરી 90 ટકાથી વધુ હોય તેમાં છોટા ઉદેપુરનાં ગીતાબેન રાઠવા, સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપુરા શારદાબેન બનાસકાંઠાના પરબત પટેલ, આણંદના મિતેષ પટેલ, અમદાવાદ પશ્ચિમના કિરિટ સોલંકીનો સમાવેશ થાય છે.
ગુજરાતમાંથી કુલ પાંચ સાંસદો દ્વારા જ 300થી વધુ સવાલ પૂછવામાં આવ્યા
વાત સંસદમાં સવાલ કરવાની આવે તો તેમાં ગુજરાતના સાંસદોની સરેરાશ દેશના અન્ય સાંસદોની સરેરાશ કરતાં ઓછી જોવા મળી છે. ગુજરાતના સાંસદોએ સરેરાશ 206 સવાલ પૂછ્યા હતા જ્યારે આ મામલે નેશનલ એવરેજ 210 હતી. અમરેલીના નારણ કાછડિયા દ્વારા સૌથી વધુ 471 સવાલ પૂછવામાં આવ્યા હતા જ્યારે વલસાડના કે.સી. પટેલે સંસદમાં એકપણ સવાલ પૂછવાની તસ્દી લીધી નહોતી. ગુજરાતમાંથી કુલ પાંચ સાંસદો દ્વારા જ 300થી વધુ સવાલ પૂછવામાં આવ્યા હતા. ડિબેટ્સમાં ભાગ લેવામાં પણ ગુજરાતના મોટાભાગના સેસનીરસ રહ્યા હતા. ડિબેટ્સમાં ભાગ લેવા માટે ગુજરાતના સાંસદની સરેરાશ 29.9 ટકા જ્યારે આ મામલે નેશનલ એવરેજ 46.7 ટકા હતી. પ્રાઈવેટ મેમ્બર્સ બીલમાં ગુજરાતના સાંસદોની સરેરાશ 0.8 ટકા હતી.
Comments
Post a Comment