દુનિયામાં સૌથી વધુ શસ્ત્રો કોણે ખરીદયા અને કોણે વેચ્યા? રશિયાને યુદ્ધ નડ્યો, આ દેશે ઊઠાવ્યો લાભ


સ્ટોકહોમ,13 માર્ચ, 2024 ,બુધવાર 

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (સિપ્રી)ના તાજેતરના અહેવાલમાં જણાવ્યા અનુસાર યુક્રેનમાં યુદ્ધના લીધે યુરોપમાં શસ્ત્રોનું વેચાણ બમણું થયું છે. રશિયા યુક્રેન યુધ્ધમાં ઘેરાયેલું હોવાથી અમેરિકા પછી શસ્ત્રોના વેચાણનું બીજું સ્થાન ગુમાવ્યું છે. દાયકાઓ પછી પ્રથમ વાર જ રશિયાએ શસ્ત્ર કારોબારમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે.

સામાન્ય રીતે પરંપરાગત રીતે અમેરિકા અને રશિયા જ દુનિયામાં સૌથી વેચાણ કરતા દેશો રહયા છે. શસ્ત્રોના બજારમાં અમેરિકાની ભાગીદારી ૪૨ ટકા જેટલી છે. ફ્રાંસે પોતાની શસ્ત્ર નિકાસમાં ૪૭ ટકા જેટલો વધારો કરતા રશિયાને ખસેડીને બીજુ સ્થાન મેળવ્યું છે. ૨૦૨૩માં રશિયાએ માત્ર ૧૨ દેશોને શસ્ત્રો વેચ્યા જેની સંખ્યા ૨૦૧૯માં ૩૧ દેશોની હતી.


દુનિયામાં હથિયારોના કારોબાર પર વૉચ રાખતી સિપ્રીનું માનવું છે કે ૨૦૧૯ થી ૨૦૨૩થી પાંચ વર્ષમાં વિશ્વમાં શસ્ત્રોની આયાત હોડ ૯૪ ટકા જેટલી વધી છે. છેલ્લા કેટલાક સમયથી યુરોપમાં યુક્રેન સૌથી મોટો હથિયાર ખરીદનારો દેશ બન્યો છે. યુક્રેનમાં કુલ શસ્ત્રો ખરીદાયા તેમાં યુક્રેનની ભાગીદારી ૨૩ ટકા છે. ૨૦૨૨માં રશિયાના હુમલા પછી ૩૦ થી વધુ દેશોએ યુક્રેનને શસ્ત્રો આપ્યા છે જેમાં અમેરિકા ૬૯ ટકા અને જર્મની ૩૦ ટકા સાથે સૌથી આગળ છે. 

૨૦૧૯ થી ૨૦૨૩ દરમિયાન અમેરિકાનો યુરોપ સાથેનો શસ્ત્ર કારોબાર ૫૫ ટકા હતો.જે અગાઉના પાંચ વર્ષની સરખામણીમાં ૧૯ ટકા વધારે છે. સિપ્રી સાથે સંકળાયેલા નિષ્ણાત કટરીના જોકિચના જણાવ્યા અનુસાર મોટા ભાગના યુરોપિય દેશો નાટોની સદસ્ય હોવાથી અમેરિકા એફ -૩૫ જેવા આધુનિક ફાઇટર વિમાનો સહિતના શસ્ત્રોના વિકાસમાં ભાગીદાર રહયું છે. ગત વર્ષ યુક્રેન દુનિયામાં સૌથી વધુ શસ્ત્રો ખરીદનારો દેશ રહયો હતો. જો કે પાંચ વર્ષનું મૂલ્યાંકન કરીએ તો યુક્રેન ચોથા ક્રમે આવે છે. ભારત,સાઉદી અરબ અને કતાર દુનિયામાં શસ્ત્રો ખરીદતા ગ્રાહકો ગણાય છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો