અમેરિકામાં ફરી એક ભારતીયની હત્યા, ભરતનાટ્યમ કલાકારને ગોળી મારી દીધી, અભિનેત્રીએ આપી માહિતી


ન્યુયોર્ક : અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકો પર હુમલામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વધુ એક હુમલામાં સેન્ટ લુઈસ, મિઝોરીમાં ૩૪ વર્ષીય ભારતીય ક્લાસિકલ ડાન્સરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 

એક રિપોર્ટ મુજબ, કુચીપુડી અને ભરતનાટયમ ડાન્સર અમરનાથ ઘોષ ગત વર્ષે ડાન્સમાં પીએચડી કરવા માટે અમેરિકા સ્થળાંતરિત થયો હતો. તેની સેન્ટ લુઈસ એકેડમી અને સેન્ટ્રલ વેસ્ટ એન્ડના પડોશની સરહદ નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની મિત્ર અને ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જીએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી.  

સેન્ટ લુઈસ મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, ડેલમાર બુલવાર્ડ અને ક્લેરેન્ડન એવન્યુમાં તેની પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. અમરનાથ વોશિંગ્ટન યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટસ વિભાગમાં માસ્ટર્સ કરી રહ્યો હતો.અમેરિકામાં  છેલ્લા થોડા સમયમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના મોતના મામલા સામે આવ્યા છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે