હોકી : જાપાનને હરાવી ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, પાકિસ્તાનને પછાડી ભારતને નં.1 બનવાની તક

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. આજે ચેન્નાઈમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ભારતે જાપાનને 5-0થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારત તરફથી આકાશદીપ સિંહે, હરમનપ્રીત સિંહ, મનદીપ સિંહ, સુમિત અને સેલ્વમ કાર્થીએ ગોલ કર્યા છે. હવે ફાઈનલમાં ભારતનો મુકાબલો મલેશિયા સાથે થશે. અગાઉ રમાયેલી સેમીફાઈનલમાં મલેશિયાએ કોરિયાને 6-2થી હરાવ્યું હતું. ફાઈનલ મેચ 12મી ઓગસ્ટે રમાશે.

ભારત પાસે પાકિસ્તાનને પછાડવાની તક

જો ફાઈનલ મેચમાં ભારતીય ટીમ મલેશિયા સામે જીત મેળવશે તો ટીમ ઈન્ડિયા ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતશે... હાલ આ મામલે ભારત અને પાકિસ્તાન બંનેએ ત્રણ-ત્રણ વાર ટ્રોફી જીતી સંયુક્તરૂપે પ્રથમ સ્થાને છે. હવે ભારત પાસે પાકિસ્તાનને પછાડવાની તક છે.

જાપાનનું નિરાશાજનક પ્રદર્શન

પ્રથમ ક્વાર્ટરમાં જાપાને ભારતને જોરદાર ટક્કર આપી એકપણ ગોલ કરવા ન દીધો... જોકે ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં ટીમ ઈન્ડિયા જબરદસ્ત પ્રદર્શન કરી 3 ગોલ કર્યા હતા. પ્રથમ ગોલ આકાશદીપ સિંહે ફિલ્ડ ગોલ કર્યો, ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો... તો મનદીપ સિંહે પણ બીજા ક્વાર્ટરની છેલ્લી મિનિટે ફીલ્ડ ગોલ કરતા ભારત જાપાનથી 3-0ની આગળ આવ્યું... જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં જાપાન ફરી નિષ્ફળ રહ્યું અને ભારતીય ટીમ તરફથી સુમિતે ત્રીજા ક્વાર્ટરમાં અને સેલ્વમે ચોથા ક્વાર્ટરમાં ગોલ ફટકારી ભારતને મોટી જીત અપાવી...

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો