યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ

Uttar Pradesh News: ઉત્તરપ્રદેશના બહરાઇચના કૌડિયાલા નદીમાં બોટ પલટી ગઈ છે. આ બોટમાં 28 મુસાફરો સવાર હતા. આ ઘટનામાં 20થી વધુ લોકો ગુમ થયા છે, 6 લોકોને બચાવી લેવાયા છે. NDRF અને SDRFની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. આ ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ડીજીપી હેડક્વાર્ટરે સંજ્ઞાન લીધું છે.
Comments
Post a Comment