ટ્રમ્પના ગાઝા પ્લાનને સમર્થન આપવું ભારે પડ્યું, મુસ્લિમોએ પાકિસ્તાન અને આરબ દેશોનો કર્યો વિરોધ

Donald Trump Gaza Peace Plan : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા યુદ્ધને સમાપ્ત કરવા માટે રજૂ કરાયેલા 20-સૂત્રીય શાંતિ પ્રસ્તાવને લઈને પાકિસ્તાન સહિત મુસ્લિમ દેશોમાં ભારે વિવાદ થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. પાકિસ્તાન સહિત કેટલાક આરબ રાષ્ટ્રો પર પેલેસ્ટાઈનના મુદ્દે ‘ઉમ્માહ સાથે ગદ્દારી’ કરવાનો આરોપ લાગી રહ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીર ગાઝા યોજનાને 100 ટકા સમર્થન આપ્યું છે, પરંતુ આ નિવેદન બાદ દેશમાં ઉગ્ર વિરોધ થતાં શાહબાઝ સરકાર હવે યુ-ટર્ન લેવા મજબૂર બની છે.
ડોનાલ્ડ ટ્રમ્પ શું બોલ્યા?
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં દાવો કર્યો હતો કે, તેમના ગાઝા શાંતિ પ્રસ્તાવને પાકિસ્તાન તરફથી 100 ટકા સમર્થન મળેલું છે.
Comments
Post a Comment