ટ્રમ્પે બંધારણનું ઉલ્લંઘન કર્યું, અમેરિકામાં જન્મ લેનાર કોઈપણ બાળક દેશનો નાગરિક કહેવાય : કોર્ટનો ચુકાદો

US Court Birthright Citizenship Case : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકતાના અધિકારને સમાપ્ત કરવાના ઈરાદાને મોટો ઝટકો લાગ્યો છે. બોસ્ટનની સંઘીય અપીલ કોર્ટે શુક્રવારે ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે, ટ્રમ્પ પ્રશાસન દેશમાં ગેરકાયદે અથવા અસ્થાયી રૂપે રહેતા લોકોના જન્મેલા બાળકોની નાગરિકતા છીનવી શકે નહીં. કોર્ટે રાષ્ટ્રપતિના આદેશને અટકાવવાના અગાઉના આદેશને યથાવત્ રાખ્યો છે.
‘અમેરિકામાં જન્મ લેનાર કોઈપણ વ્યક્તિ અમેરિકી નાગરિક ગણાય’
પ્રથમ અમેરિકી સર્કિટ અપીલ ન્યાયાલયની ત્રણ ન્યાયાધીશોની પેનલે આ ચુકાદો આપ્યો છે.
Comments
Post a Comment