બે વર્ષથી નાના બાળકોને શરદી-ઉધરસમાં સિરપ ન પીવડાવશો, માસૂમોના મોત બાદ સરકારની એડવાઈઝરી

Health Ministry Cough Syrup Advisory : રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી 11 માસૂમ બાળકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મોટો ખુલાસો કર્યો છે. મંત્રાલયે કહ્યું છે કે, કફ સિરપના સેમ્પલોની તપાસ કરવામાં આવ્યા બાદ, તેના એક પણ સેમ્પલમાં ડાયથિલીન ગ્લાયકોલ (DEG) કે એથિલીન ગ્લાયકોલ (EG) જેવા જોખમી કેમિકલ મળ્યા નથી.
કફ સિરપમાં DEG અને EG ન હોવાની પુષ્ટિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC), રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન (NIV) અને કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO)ની સંયુક્ત ટીમે ઘટનાસ્થળે જઈને અનેક સેમ્પલ એકઠા કર્યા હતા. આ સેમ્પલોની તપાસ કરાયા બાદ તેમાં કોઈપણ કફ સિરપમાં ડીઈજી કે ઈજી ન હોવાની પુષ્ટિ થઈ છે.
Comments
Post a Comment