કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે જાહેર કર્યો નવો નિયમ, ટોલ પર UPIથી પેમેન્ટ કરનાર યુઝર્સને આપી મોટી રાહત

New Fastag Payment Rule And Offer : દેશમાં ડિજિટલ પેમેન્ટ વધારવા અને ટોલ પ્લાઝા પર રોકડ પેમેન્ટને ઘટાડવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વની પહેલ કરી છે. સરકાર ટોલ પર ચૂકવાતા પેમેન્ટને લઈને નવો નિયમ લાવી છે. નવા નિયમ મુજબ નેશનલ હાઈવે પર ફાસ્ટેગ વગરના કોઈપણ વાહનો એન્ટ્રી થશે તો તેમની પાસેથી પેમેન્ટ મુજબ જુદા જુદી રીતે ચાર્જ વસૂલવામાં આવશે.
રોકડમાં વધુ, ડિજિટલ પેમેન્ટથી ઓછો ટોલ ટેક્સ
જો નેશનલ હાઈવે પરથી પસાર થતો ફાસ્ટેગ વગરનો વાહન ચાલક રોકડમાં ચૂકવણી કરશે તો તેણે બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે.
Comments
Post a Comment