અમેરિકા બાદ હવે બ્રિટન પણ વિઝા માટેના નિયમો અને અંગ્રેજીની પરીક્ષા આકરી બનાવશે

London news : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા, સ્ટુડન્ટ વિઝા સહિતના વિઝા માટેના માપદંડો અને શરતો આકરી બનાવીને ભારતીયો માટે મુશ્કેલી ઊભી કરી છે ત્યારે હવે બ્રિટને પણ વિઝા નીતિ વધુ મુશ્કેલ બનાવવાની તૈયારી કરી છે. બ્રિટનમાં વસાહતીઓ પર વ્યાપક તવાઈના ભાગરૂપે સ્ટાર્મર સરકારે સ્કિલ્ડ વિઝા અરજદારો માટે જરૂરી અંગ્રેજી ભાષાની પરીક્ષા વધુ આકરી બનાવવાનો નિર્ણય કર્યો છે.
બ્રિટિશ સંસદમાં રજૂ કરાયેલા નિયમો મુજબ હવે સ્કિલ્ડ વર્ક વિઝા માટે અરજદારોએ એ-લેવલ (ધો.-12) સમકક્ષ અંગ્રેજી (બી2 સ્તર) બોલવા, વાંચવા, લખવા અને સમજવાની ક્ષમતા સાબિત કરી પડશે. આ માટે 'સિક્યોર ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ' 8 જાન્યુઆરી, 2026થી લાગુ થશે.
Comments
Post a Comment