BIG NEWS: પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર ભયંકર ફાયરિંગ, ભારે નુકસાનીના સમાચાર

Afghanistan Pakistan tension : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ દરમિયાન રિપોર્ટ્સ મુજબ, આજે એટલે કે 11 ઓક્ટોબરે રોજ પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર જાજી-આર્યુબ જિલ્લામાં પાકિસ્તાની સેના અને તાલિબાની સેના એકબીજા સામે ભારે ફાયરિંગ કરી રહ્યા છે. આ ઘટનામાં પાકિસ્તાનના 5 સૈનિકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે અને હજુ વધુ ભારે જાનહાનિ થવાની શક્યતા છે.
કેમ વધ્યો તણાવ?
9 ઓક્ટોબરે પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલ, ખોસ્ત, જલાલાબાદ અને પક્તિકામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ચીફ નૂર વલી મહેસુદને નિશાન બનાવીને અનેક હવાઈ હુમલા કર્યા હતા.
Comments
Post a Comment