પાકિસ્તાનમાં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પર મોટો આતંકી હુમલો: 3 પોલીસકર્મીના મોત, 6 આતંકી ઠાર

Pakistan News : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન ખાતે પાકિસ્તાની સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના એક મોટા આત્મઘાતી હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ અથડામણમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓને ઠાર માર્યા હતા, પરંતુ સાથે જ ત્રણ પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા હતા.
Comments
Post a Comment