'ભારત અમારા માટે સૌથી મોટી પ્રાથમિકતા...', અમેરિકાના ટેરિફ વચ્ચે સ્વિટ્ઝર્લૅન્ડના અધિકારીનું નિવેદન

Swiss govt official amid US Trade Tariffs: સ્વિસ સરકારના સ્ટેટ સેક્રેટરી એટ ફોર ઇકોનોમિક અફેર્સ (SECO) ખાતે પ્રમોશનલ એક્ટિવિટીઝના ડિરેક્ટોરેટના વડા માર્ટિન સલાદીને બુધવારે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડ હવે ભારતને એક વ્યૂહાત્મક આર્થિક ભાગીદાર તરીકે જુએ છે, ખાસ કરીને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફ પછી.
અમેરિકા ટેરિફ અંગે ચિંતા વ્યક્ત કરી
અમેરિકા ટેરિફ અંગે સલાદીને કહ્યું, 'આ એક ચિંતાનો વિષય છે. સ્વિટ્ઝર્લૅન્ડ પર હાલમાં 39 ટકા સુધીના ખૂબ ઊંચા ટેરિફ લગાવાયા છે. આ ચોક્કસપણે એક મોટો પડકાર છે.
Comments
Post a Comment