ભારત સાથે યુદ્ધ થશે તો પરમાણુ બોમ્બ ઝીંકવામાં વાર નહીં કરીએ : પાક. આર્મી ચીફ મુનીરની શેખી

India vs Pakistan News: ભારતમાં દિવાળીના તહેવારોની ઊજવણી ચાલી રહી છે ત્યારે પાકિસ્તાન હજુ પણ યુદ્ધના ઉન્માદમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે શનિવારે ઝેર ઓકતા કહ્યું કે, ભારત સાથે ફરી યુદ્ધ થશે તો અમે પરમાણુ બોમ્બ નાંખી દઈશું. બીજીબાજુ ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદન એકમમાંથી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, આખું પાકિસ્તાન બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં આવે છે. આતંકીઓ પાકિસ્તાનમાં કોઈપણ ખૂણે સલામત નથી.
પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે શનિવારે ખૈબર પખ્તુનખ્વાંના અબોટાબાદમાં પાકિસ્તાન મિલિટરી એકેડમી કાકુલમાં આર્મી કેડેટના પાસિંગ આઉટ સમારંભમાં ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપતા કહ્યું કે, ભારતની કોઈપણ નાની ઉશ્કેરણીનો પણ અમે જડબાતોડ જવાબ આપીશું.
Comments
Post a Comment