'જેમ મધ્ય પૂર્વમાં યુદ્ધ રોક્યું, એવી જ રીતે રશિયા-યુક્રેનમાં શાંતિ લાવો', ઝેલેન્સ્કીની ટ્રમ્પને અપીલ

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકીએ શનિવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી અને તેમણે યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ કરારમાં મધ્યસ્થતા કરવાની અપીલ કરી. તેમણે ટ્રમ્પને કહ્યું કે, જેમ તેમણે હાલમાં મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું, એમ જ આ યુદ્ધને ખતમ કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે.
ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું કે, 'મારી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખુબ જ સકારાત્મક અને ઉપયોગી વાતચીત થઈ. મેં તેમને મધ્ય પૂર્વમાં યુદ્ધવિરામ કરાવવાની સફળતા શુભેચ્છા આપી. જો એક વિસ્તારમાં યુદ્ધ અટકી શકે છે, તો નિશ્ચિત રીતે અન્ય યુદ્ધ પણ રોકી શકાય છે.
Comments
Post a Comment