ઝારખંડમાં સુરક્ષાદળો પર નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં CRPF ઇન્સ્પેક્ટર સહિત ત્રણ જવાન ઘાયલ

Naxalites Attack In Jharkhand : ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સારંડા જંગલમાંથી મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં નક્સલીઓએ બે મોટા હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે. શુક્રવારે (10 ઓક્ટોબર) સાંજે થયેલા IED વિસ્ફોટમાં એક ઇન્સ્પેક્ટર સહિત ત્રણ CRPF જવાનો ઘાયલ થયા હતા. જ્યારે અન્ય એક વિસ્ફોટક ઉપકરણે એક પુલ ઉડાવી દીધો હતો.
ઓપરેશન દરમિયાન હુમલો
આ ઘટના ઝરાઈકેલા પોલીસ સ્ટેશન વિસ્તારના સામઠા ક્ષેત્રના બાબુડેરા વિસ્તારમાં બની હતી.
Comments
Post a Comment