શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત, ત્રણ સપ્તાહ આરામની સલાહ: સાઉથ આફ્રિકા સામે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો

Vice-Captain Shreyas Iyer Suffers Rib Injury in Sydney ODI : સિડની વનડે મેચમાં જીત બાદ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યર કેચ પકડતાં સમયે ઈજાગ્રસ્ત થઈ જતાં હવે ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ બાદ જ મેદાન પર વાપસી કરી શકશે.
શનિવારે ઑસ્ટ્રેલિયા સામે સીરિઝની ત્રીજી વનડે મેચમાં અય્યર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. તે સમયે એલેક્સ કેરીનો શૉટ સીધો તેના તરફ આવતા તેણે છલાંગ લગાવી કેચ પકડી લીધો. જોકે આ ચક્કરમાં પાંસળીઓમાં જોરદાર આંચકો વાગ્યો.
Comments
Post a Comment