અફઘાનિસ્તાનમાં મોડી રાતે પાકિસ્તાને એરસ્ટ્રાઈક કર્યાની આશંકા, કાબુલમાં કર્યો બોમ્બમારો

Pakistan and Afgahinstan news : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુવારે રાત્રે એક પછી એક થયેલા જોરદાર વિસ્ફોટોએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, આ ધમાકા કાબુલના ડિસ્ટ્રિક્ટ 8 અને અબ્દુલહક ચોક પાસે સંભળાયા હતા, જ્યાં સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારો આવેલા છે. પ્રાથમિક અહેવાલોમાં આ વિસ્ફોટને લઈને એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે બની શકે કે પાકિસ્તાન દ્વારા આ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જોકે હજુ સુધી કોઈ પણ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
Comments
Post a Comment