ગુજરાત-મુંબઈના કેટલાક રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ, બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પણ જાહેરાત

Platform Ticket Sales Ban in Mumbai-Gujarat Railway Station : દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને સ્ટેશનો પર થતી ભારે ભીડને ટાળવા માટે પશ્ચિમ અને મધ્ય રેલવેએ મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટોના વેચાણ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા સોમવારે જાહેર કરાયેલી યાદી મુજબ, મુંબઈના બાંદ્રા ટર્મિનસ તેમજ, ગુજરાતના વાપી, ઉધના અને સુરત સ્ટેશનો પર 15થી 31 ઓક્ટોબર સુધી ટિકિટોના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે કહ્યું કે, તહેવારોની ભીડ દરમિયાન સ્ટેશનમાં મુસાફરોની સરળ અવરજવર રહે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે તે હેતુથી આ નિર્ણય લેવાયનો છે.
આ ચાર પ્લેટફોર્મ પર ટિકિટનું વેચાણ બંધ
તહેવારોની સિઝનમાં મુસાફરોની સરળ અને સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી પશ્ચિમ રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
Comments
Post a Comment