અમેરિકામાં શટડાઉન પર રાજકારણ : ટ્રમ્પે ડેમોક્રેટ્સ શાસિત રાજ્યોને ફન્ડિંગ રદ કર્યું

Donald Trump News : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે શટડાઉનનો ઉપયોગ રાજકીય કિન્નાખોરીની ટોચ કોને કહેવાય તે બતાવવા કરવા માંડયો છે. તેણે ડેમોક્રેટ્સ શાસિત રાજ્યોમાં મંજૂર પ્રોજેક્ટ્સને ભંડોળ ફાળવણી ધડાધડ રદ કરવા માંડી છે. તેમા ન્યૂયોર્કમાં રેલ્વે ટનલનો 18 અબજ ડોલરનો પ્રોજેક્ટ છે અને ડેમોક્રેટ્સ શાસિત રાજ્યોમાં 8 અબજ ડોલરના ગ્રીન એનર્જી પ્રોજેક્ટસને મળતું ફંડિંગ છે.
ટ્રમ્પના આ પગલાંના કારણે ડેમોક્રેટ્સે દેકારો મચાવી મૂક્યો છે. વિપક્ષના નેતા ચક શુમરે જણાવ્યું હતું કે ન્યૂયોર્ક શહેરમાં અત્યંત મહત્ત્વની એવી રેલ્વે ટનલના પ્રોજેક્ટને અટકાવવો તે રીતસરની મૂર્ખામી છે.
Comments
Post a Comment