આજે 75મો આર્મી દિવસ, પ્રથમવખત દિલ્હીની બહાર પરેડનું આયોજન

Image : DD News Twitter

આજે 75મો આર્મી દિવસ ઉજવાઈ રહ્યો છે. વર્ષ 1949માં તેની શરૂઆત થઈ હતી. આજે પ્રથમ વખત આર્મી દિવસ દિલ્હીની બહાર આયોજિત કરવામાં આવી રહ્યો છે.  આર્મી દિવસે પરેડ એક અભિન્ન ભાગ છે. આર્મી દિવસ દર વર્ષે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.15 જાન્યુઆરી 1949ના રોજ લગભગ 200 વર્ષના બ્રિટિશ શાસન પછી પ્રથમ વખત ભારતીયને ભારતીય સેનાની લગામ સોંપવામાં આવી હતી.

આર્મી દિવસનું પ્રથમવાર દિલ્હીની બહાર આયોજન 

આ વખતે આર્મી દિવસ પરેડ બેંગલુરુના MEG અને સેન્ટર પરેડ ગ્રાઉન્ડ પર યોજાઈ રહ્યો છે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પરેડની સલામી લેશે અને વીરતા પુરસ્કાર એનાયત કરશે. આ પછી આર્મી સર્વિસ કોર્પ્સ (ASC)ની ટોર્નાડો ટીમ બાઈક પર સ્ટંટ કરશે, પેરાટ્રૂપર્સ સ્કાયડાઇવિંગ કરશે, આર્મી એવિએશન કોર્પ્સની ટીમ ડેરડેવિલ જમ્પ કરશે અને અંતે હેલિકોપ્ટરનો ફ્લાય પાસ્ટ પણ કરશે.

PM અને રક્ષા મંત્રીએ આર્મી દિવસ પર આપી શુભેચ્છા

PM નરેન્દ્ર મોદીએ 75માં આર્મી દિવસ પર ટ્વીટ કર્યું હતું અને  લખ્યુ હતું કે સેના દિવસ પર હું તમામ સૈન્ય કર્મચારીઓ, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને મારી શુભેચ્છા પાઠવું છું. દરેક ભારતીયને અમારી સેના પર ગર્વ છે અને અમે હંમેશા અમારા જવાનોના આભારી રહીશું. તેઓએ હંમેશા આપણા દેશને સુરક્ષિત રાખ્યો છે અને કટોકટીના સમયમાં તેમની સેવા ખાસ કરીને પ્રશંસનીય છે. આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યું હતું કે “તમામ ભારતીય સેનાના જવાનો અને તેમના પરિવારોને આર્મી દિવસ પર શુભેચ્છાઓ. તેમની અદમ્ય હિંમત, બહાદુરી, બલિદાન અને સેવાને દેશ સલામ કરે છે. ભારતને સુરક્ષિત રાખવા માટે ભારતીય સેનાના પ્રયાસો પર અમને ગર્વ છે. રક્ષા મંત્રી આર્મી દિવસની ઉજવણીમાં ભાગ લેવા બેંગલુરુમાં ઉપસ્થિત છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન