કાશીથી રવાના થયેલું ગંગા વિલાસ ક્રૂઝ છાપરામાં અટક્યું, જાણે શું છે કારણ ?

Image : PIB twitter

વારાણસીના ડિબ્રૂગઢ માટે રવાના થયેલા ગંગા વિલાસ કૂ્ઝ બિહારના છાપરામાં અટકી ગયું છે. આ મામલો ડોરીગંજ વિસ્તારનો છે જ્યા ગંગા નદીમાં પાણી ઓછું હોવાના કારણે કૂ્ઝને કિનારે લાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ સૂચના મળતા જ પ્રશાસન તરત જ એલર્ટ થઈ ગયુ છે. NDRFની ટીમ એક નાની હોડી લઈને સહેલાણીઓને ચિરાંદ લાવવામાં સક્રિય થઈ ગઈ છે. આ સહેલાણીઓ ચિરાંદના પુરાતાત્વિકના મહત્વને જોશે.

ચિરાંદ જતા હતા ત્યારે જ અટકી ગયુ ક્રૂઝ

બિહારના છાપરાથી 11 કિલોમીટર દક્ષિણ પૂર્વના ડોરીગંજ બજાર પાસે જ એક ચિરાંદ સારણ જીલ્લાનું સૌથી મહત્વપુર્ણ પુરાતત્વ સ્થળ છે. ઘાઘરા નદીના કિનારે બાંધવામાં આવેલ સ્તૂપનુમા ભરાવને હિન્દુ, બૌદ્ધ અને મુસ્લિમ પ્રભાવો અને ઉતાર-ચઢાવ સાથે સંકળાયેલા જોવા મળે છે. જો કે છાપરામાં જેવી જ ગંગા વિલાસ કૂ્ઝ પહોંચી કે નદીમાં પાણી ઓછું હોવાના કારણે કિનારે પહોંચવામાં મુશકેલી પડી હતી. આ જ કારણે ક્રૂઝ ગંગા નદીમાં ઓછુ પાણી હોવાના કારણે અટકી ગયુ હતુ. જો કે સહેલાણીઓને ચિરાંગ પહોંચવામાં મુશકેલી ન થાય ત માટે NDRFની ટીમ તરત જ રવાના થઈ ગઈ હતી.

નદીમા પાણી ઓછુ હોવાને કારણે ફસાઈ ક્રૂઝ

ચિરાંદ છાપરાનું મહત્વપુર્ણ સ્થળ છે. ભારતમાં આ પથ્થર કાળનું પહેલું જાણીતું સ્થળ છે. સહેલાણીઓને લાવવાની વ્યવસ્થામાં છાપરાના સીઓ સતેંન્દ્ર સિંહે જણાવ્યુ કે ચિરાંદમાં સહેલાણીઓ માટે પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘાટ પર NDRF ટીમ તૈનાત છે કારણકે કોઈપણ અપ્રિય સ્થિતિમાં તરત જ એક્શન લેવામા આવી શકે. તેમણે જણાવ્યુ હતું કે પાણી ઓછું હોવાને કારણે ક્રૂઝને કિનારે લઈ આવામાં મુશકેલી થઈ રહી છે. તેના માટે નાની હોડીમાં સહેલાણીઓને લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો