૩ જ દિવસમાં ભારત જોડો યાત્રા અટકી જવાની હતી? કોંગ્રેસ નેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

image : Twitter


નવી દિલ્હી, તા 11, ફેબ્રુઆરી, 2023, શનિવાર 

રાહુલ ગાંધીના દૃઢ સંકલ્પની પ્રશંસા કરતા કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલે કહ્યું કે ભારત જોડો યાત્રાના શરૂઆતના દિવસોમાં જ એક કપરી સ્થિતિ સર્જાઈ હતી. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઘૂંટણમાં ગંભીર દુખાવો ઉપડ્યો હતો. જેના લીધે તેમણે ભારત જોડો યાત્રા અધવચ્ચે જ પડતી મૂકવાનું વિચારવું પડ્યું હતું. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રાને કન્યાકુમારીથી શરૂ થયાને ૩ જ દિવસ થયા હતા અને આ ઘટના બની હતી. 

રાહુલ ગાંધીના નજીકના વિશ્વાસપત્રા વેણુગોપાલે આપી માહિતી 

રાહુલ ગાંધી એ પણ વિચારવા મજબૂર થઈ ગયા હતા કે કદાચ તેમની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિએ આ યાત્રાનુ નેતૃત્વ હાથમાં લઈ લેવું જોઈએ. રાહુલ ગાંધીના નજીકના વિશ્વાસપાત્ર વેણુગોપાલે કહ્યું કે આ સ્થિતિમાં રાહુલે છેવટે પ્રિયંકા ગાંધી સાથે વાતચીત કરવી પડી હતી. વરિષ્ટ કોંગ્રેસ નેતાએ કેરળના ભારત જોડો યાત્રામાં સામેલ થનારા લોકોને સન્માનિત કરવા માટે કેરળ કોંગ્રેસ દ્વારા આયોજત એક સમારોહ દરમિયાન કહી હતી. 

રાહુલે એક ફિજિયોથેરેપિસ્ટની નામ સૂચવ્યું

વેણુગોપાલે કહ્યું કે છેવટે રાહુલ ગાંધી દ્વારા એક ફિજિયોથેરેપિસ્ટના નામની ભલામણ કરાઈ હતી જે તેમની ટીમમાં સામેલ થઈ ગયા હતા અને પછી તેમની સારવાર કરવામાં આવી હતી. ઈશ્વરની કૃપાથી તેમનો દુઃખાવો એકાએક મટી ગયો હતો અને પછી તેઓ ભારત જોડો યાત્રામાં આગળ વધ્યા હતા. 

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન