PM મોદી આજે સૌથી લાંબા એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાનું કરશે ઉદ્ઘાટન, રાજસ્થાન વિધનાસભાની ચૂંટણી પહેલા વધુ એક સૌગાત

Image : Twitter

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2023, રવિવાર

PM મોદી આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રથમ તબક્કામાં રૂ. 12,150 કરોડથી વધુના ખર્ચે 246 કિલોમીટર સુધીનો એક્સપ્રેસવેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ એક્સપ્રેસ વે દ્વારા દિલ્હીથી જયપુર પહોંચવામાં ઓછો સમય લાગશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી જયપુરની સફર માત્ર સાડા ત્રણ કલાકમાં જ પુરી થઈ જશે. આ પહેલા જયપુર પહોંચવામાં પાંચ કલાક જેટલો સમય લાગતો હતો.

ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે

વડાપ્રધાન કાર્યાલયએ જણાવ્યુ હતું કે આ એક્સપ્રેસ વેના નિર્માણથી સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને વેગ મળશે. પીએમ મોદી દૌસા ખાતેથી રૂ. 18,100 કરોડથી વધુના રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે એક્સપ્રેસ વેના અન્ય ત્રણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેએ રાજસ્થાન સુધીનું અંતર કવર કર્યું છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે. વિધાનસભાની ચૂંટણી બાદ આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા અહીં એક્સપ્રેસ વેની ભેટને ભાજપની મુખ્ય માળખાકીય સુવિધા તરીકે જોવામાં આવી રહી છે. આ એક્સપ્રેસવેમાં આઠ લેન હશે અને તે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો