બ્રિટનમાં એક અઠવાડિયાની અંદર કોરોનાનો બીજો નવો સ્ટ્રેન મળતા ચિંતામાં વધારો, દક્ષિણ આફ્રિકાથી આવ્યાનું અનુમાન

- આ સ્ટ્રેન પહેલા સ્ટ્રેન કરતા પણ વધારે ચેપી હોવાનો દાવો

- બ્રિટનમાં આ બીજા નવા સ્ટ્રેનના બે કેસ નોંધાયા, દક્ષિણ આફ્રિકા ઉપર હવાઇ પ્રતિબંધ લગાવ્યો

લંડન, તા. 23 ડિસેમ્બર 2020, બુધવાર

બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રન મળતા ફરી વખત આખી દુનિયામાં ડરનું વાતાવરણ છે. કોરોના વાયરસનો આ નવો પ્રકાર બ્રિટનમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે, જના કારણે ત્યાં પહેલા કરતા પણ કડક લોકડાઉન લાગુ કરાયું છે. તો દુનિયાના અનેક દેશોએ બ્રિટન ઉપર હવાઇ પ્રતિબંધ મુક્યો છે. આ બધા વચ્ચે વધારે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે કે બ્રિટનમાં કોરોના વાયરસનો બીજો નવો સ્ટ્રેન સામે આવ્યો છે. આ બીજો નવો સ્ટ્રેન પણ ઘણો વધારે ચેપી છે.

બ્રિટને બુધવારે એલાન કર્યુ કે તેમને કોરોના વાયરસનો નવો પ્રકાર મળ્યો છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હેનકે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે બ્રિટનમાં આ નવા સ્ટ્રેન સાથેના બે કેસ સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાથી આવેલા લોકોના સંપર્કમાં આવેલા લોકોમાં આ બીજા પ્રકારનો સ્ટ્રેન જોવા મળ્યો છે. જેના કારણે છેલ્લા બે અઠવાડિયામાં દક્ષિણ આફ્રિકાથી આવેલા તમામ લોકોને આઇસોલેશનમાં રહેવાના આદેશ કરવામાં આવ્યા છે.

સાથએ જ બ્રિટને દક્ષિણ આફ્રિકાથી આવતી ફ્લાઇટો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. બ્રિટનમાં હાલમાં કોરોનાની જે બીજી લહેર છે તેનું કારણ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન છે તેમ માનવામાં આવે છે. ત્યારે હવે ત્યાં બીજા નવા સ્ટ્રેનની ઓળખ થઇ છે. તો આ તરફ દક્ષિણ આફ્રિકામાં પણ કોરોના વાયરસના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે. 

દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય વિભાગે ગયા અઠવાડિયે જ કહ્યું હતું કે અમને કોરોના વાયરસના નવા વેરિએન્ટની જાણકારી મળી છે. એવી શક્યતા છે કે દેશમાં જે કેસ વધી રહ્યા છે તેની પાછળ આ નવો વેરિએન્ટ જવાબદાર હોય. ત્યારે બ્રિટનમાં આવેલો કોરોનાનો આ બીજો નવો સ્ટ્રેન દક્ષિણ આફ્રિકાથી આવ્યે હોવાનું મનાઇ રહ્યું છે.


Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો