Corona Cases:રાજ્યમાં આજે 988 નવા કેસ 7 દર્દીનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 4248
ગાંધીનગર: 22 ડિસેમ્બર 2020 મંગળવાર
સરકારી આંકડા જોતા રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, જો કે બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવ્યા બાદ લોકોની ચિંતા વધી છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 988 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણનાં કારણે વધુ 7 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4248 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 11397 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,21,602 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 11,333 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,37,247 પર પહોંચી છે.
રાજ્યનાં વિવિધ શહેરોમાં કુલ 7 લોકો કોરોનાનો ભોગ બન્યા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5, બોટાદ 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મોત નોંધાયું છે,
રાજ્યનાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં આજે કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશન 201, સુરત કોર્પોરેશન 128, વડોદરા કોર્પોરેશન 104, રાજકોટ કોર્પોરેશન 102, મહેસાણા 35, વડોદરા 33, ખેડા 32, સુરત 32, રાજકોટ 31, પંચમહાલ 24, દાહોદ 23, ગાંધીનગર 18, જામનગર કોર્પોરેશન 17, ગાંધીનગર કોર્પોરેશન 15, બનાસકાંઠા 13, ભાવનગર કોર્પોરેશન 13, કચ્છ 13, મહીસાગર 13, અમરેલી 10, ભરૂચ 10, જામનગર 10, સાબરકાંઠા 10, સુરેન્દ્રનગર 10, આણંદ 9, મોરબી 9, નર્મદા 9, પાટણ 9, અમદાવાદ 8, જુનાગઢ કોર્પોરેશન 8, ગીર સોમનાથ 7, જુનાગઢ 7, અરવલ્લી 5, વલસાડ 4, બોટાદ 3, દેવભૂમિ દ્વારકા 3, નવસારી 3, ભાવનગર 2, છોટા ઉદેપુર 2, તાપી 2, પોરબાંદર 1 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં આજે કુલ 1209 દર્દી સાજા થયા હતા અને 54,587 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 91,62,980 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.41 ટકા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજ સુંધી કુલ 5,05,674 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,05,558 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 116 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.
Comments
Post a Comment