પીએમ મોદી અમેરિકાના સર્વોચ્ચ સૈન્ય એવોર્ડ લિજન ઓફ મેરિટથી સન્માનિત

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા.૨૨
અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર
મોદીનું અમેરિકાના સર્વોચ્ચ સૈન્ય સન્માનોમાંથી એક લિજન ઓફ
મેરિટથી સન્માન કર્યું હતું. અમેરિકા સાથે દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધોને
નવી ઊંચાઈએ પહોંચાડવા અને ભારતને વૈશ્વિક મહાસત્તા તરીકે
સ્થાપિતદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ પીએમ મોદીનું
સન્માન કરાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સન્માન બદલ પ્રમુખ ટ્રમ્પનો આભાર
માન્યો હતો. તેમણે કહ્યું કે, આ સન્માન ભારત અને અમેરિકાના સંબંધો
વધુ મજબૂત બન્યા હોવાનું સ્થાપિત કરે છે. અમેરિકાના લિજન ઓફ
મેરિટ એવોર્ડથી સન્માનિત થતાં હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું
છું. આ સન્માન ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી નવી
ઊંચાઈએ પહોંચી હોવાનો પુરાવો છે.
તેમણે કહ્યું કે ૨૧મી સદી અનેક પડકારો તેમજ અનેક તકો રજૂ કરે છે.
ભારત અને અમેરિકાની ભાગીદારી સંપૂર્ણ માનવતાના લાભમાં વૈશ્વિક
નેતૃત્વ પૂરું પાડવાની આપણા લોકોની વિશિષ્ટ શક્તિની વ્યાપક
સંભાવનાઓનો લાભ મેળવી શકે છે તેમ વડાપ્રધાને ટ્વીટ કરીને
જણાવ્યું હતું.
અમેરિકા ખાતેના ભારતના રાજદૂત તરનજિત સિંહ સંધુએ સોમવારે
વ્હાઈટ હાઉસમાં યુએસ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર રોબર્ટ
ઓ'બ્રાયનના હસ્તે વડાપ્રધાન વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
ઓ'બ્રાયને ટ્વીટ કરીને જણાવ્યું કે, ભારત-અમેરિકાની વ્યૂહાત્મક
ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા બદલ પ્રમુખ ટ્રમ્પે ભારતના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લિજન ઓફ મેરિટ એવોર્ડથી સન્માનિત કર્યા
છે. લિજન ઓફ મેરિટ એવોર્ડ વિદેશની સરકારના વડાઓને અપાતો
સર્વોચ્ચ અમેરિકન સૈન્ય મેડલ છે.
નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ એવોર્ડ વૈશ્વિક સ્તરે
ભારતને મહાસત્તા તરીકે સ્થાપિત કરવા માટેના વિઝન અને
વડાપ્રધાન મોદીના અડગ નેતૃત્વને સ્થાપિત કરે છે. ભાજપના પ્રમુખ
જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ સહિત વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું
હતું કે, આ પ્રતિષ્ઠિત એવોર્ડ વડાપ્રધાન મોદીની વૈશ્વિક નેતા તરીકે
સ્વીકૃતિ અને તેમના વિઝન, અડગ નેતૃત્વ અને ડિપ્લોમસીની
'સ્વીકૃતિ'ને સ્થાપિત કરે છે. ઓ'બ્રાયને અન્ય એક ટ્વીટમાં જણાવ્યું હતું
કે, ટ્રમ્પે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના
ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્જો આબેને પણ લિજન ઓફ મેરિટ એવોર્ડથી
સન્માનિત કર્યા છે. વોશિંગ્ટન ડીસીમાં ઓસ્ટ્રેલિયા અને જાપાનના
રાજદૂતોએ તેમના નેતાઓના પ્રતિનિધિ તરીકે આ એવોર્ડ સ્વીકાર્યો
હતો.

રશિયા, સાઉદી, યુએઈ પણ સર્વોચ્ચ એવોર્ડથી મોદીનું સન્માન કરી
ચૂક્યા છે
અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેના સર્વોચ્ચ સૈન્ય સન્માન
'લિજન ઓફ મેરિટ' એવોર્ડથી સન્માન કર્યું છે. વડાપ્રધાન મોદીને
અન્ય દેશોએ પણ તેમના સર્વોચ્ચ એવોર્ડ્સથી સન્માનિત કર્યા છે.
સાઉદી અરબે ૨૦૧૬માં પીએમ મોદીને ઓર્ડર ઓફ અબ્દુલઅઝિઝ
અલ-સાઉદથી સન્માનિત કર્યા હતા. પીએમ મોદીને વૈશ્વિક સ્તરે
મળેલા અન્ય પ્રતિષ્ઠિત ઍવોર્ડ્સમાં સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમિર
અમાનુલ્લાહ ખાન (૨૦૧૬), ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન
એવોર્ડ (૨૦૧૮), ઓર્ડર ઓફ ઝાયેદ એવોર્ડ (૨૦૧૯-યુનાઈટેડ આરબ
અમિરાત), ઓર્ડર ઓફ સેન્ટ. એન્ડ્ર્યુ (૨૦૧૯ - રશિયા), ઓર્ડર ઓફ ધ
ડિસ્ટિંગ્વિશ્ડ રુલ ઓફ નિશાન ઈઝુદ્દિન (૨૦૧૯ - માલદિવ્સ)નો
સમાવેશ થાય છે.
Comments
Post a Comment