ફ્રેન્કલિનનો ફિયાસ્કો થતાં મ્યુચ્યુલ ફન્ડોને 50,000 કરોડની RBI ની રાહત

- કોવિડ-19ને પગલે ફન્ડ હાઉસો સામે લિક્વિડિટીની ખેંચ વચ્ચે રિડમ્પશનનું દબાણઃ બેન્કો આ નાણાંનો ઉપયોગ માત્ર મ્યુચ્યુઅલ ફન્ડસને ધિરાણ પૂરતો જ કરી શકશે


મુંબઈ, તા.27 એપ્રિલ 2020, સોમવાર

દેશના મ્યુચ્યુઅલ ફન્ડસ ક્ષેત્રમાં લિક્વિડિટીના દબાણને હળવું કરવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ રૂપિયા ૫૦,૦૦૦ કરોડની સ્પેશ્યલ લિક્વિડિટી ફેસિલિટિ (એએલએફ-એમએફ)ની સોમવારે જાહેરાત કરી હતી. દેશના એક ટોચના ફન્ડ હાઉસ ફ્રેન્કલિન ટેમ્પલેશન મ્યુચ્યુઅલ ફન્ડસે પોતાની ૬ ડેબ્ટ ફન્ડસ સ્કીમ બંધ કરવાની જાહેરાત કર્યા બાદ રોકાણકારોનું માનસ ખરડાયા બાદ રિઝર્વ બેન્કનું આ પગલું આવી પડયું છે. ફ્રેન્કલિન ફિયાસ્કાને પરિણામે ફન્ડ હાઉસોમાં રિડમ્પશનનું દબાણ આવ્યું છે. કોવિડ-૧૯ને કારણે મૂડી બજારમાં સર્જાયેલી વોલેટિલિટી વચ્ચે આવેલું આ પગલું રોકાણકારો માટે રાહતરૂપ બનવાની અપેક્ષા રખાય છે.ફ્રેન્કલિન પ્રકરણની અન્ય ફન્ડોની સ્કીમ્સ પર અસર ન પડે તેની પણ સત્તાવાળા તકેદારી રાખવા માગે છે. 

કોવિડ-૧૯ને કારણે બોન્ડ બજારમાં ઊભી થયેલી લિક્વિડિટીની સમશ્યાને પરિણામેફ્રેન્કલિને સ્કીમ્સ બંધ કરવાની ફરજ પડી હોવાનું જણાય છે. કોવિડ-૧૯ની અર્થતંત્ર પર અસર ઓછી કરવા તથા નાણાંકીય સ્થિરતા જાળવવા આવશ્યક દરેક પગલાં હાથ ધરાશે એમ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું.

કોવિડ-૧૯ના ફેલાવા બાદ રિઝર્વ બેન્ક દ્વારા દેશના અર્થતંત્રને ટકાવી રાખવા અવારનવાર બુસ્ટર ડોઝ પૂરા પાડવામાં આવી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફન્ડસ પરના લિક્વિડિટી દબાણને હળવું કરવા માત્ર મ્યુચ્યુઅલ ફન્ડસ ક્ષેત્ર માટે રૂપિયા ૫૦,૦૦૦ કરોડની ખાસ લિક્વિડિટી ફેસિલિટી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું આરબીઆઈએ જણાવ્યું હતું.

ઊંચા જોખમ સાથેના ડેબ્ટ ફન્ડ સેગમેન્ટ હાલમાં તાણ હેઠળ છે. ફ્રેન્કલિન ટેમ્પલેશન મ્યુચ્યુઅલ ફન્ડસે ૨૪ એપ્રિલના રોજ ૬ ડેબ્ટ સ્કીમ્સ બંધ કરવાનું જાહેર કર્યું હતું. આજે જાહેર કરાયેલી ફેસિલિટી હેઠળ રિઝર્વ બેન્ક એક નિશ્ચિત રેપો રેટ પર ૯૦ દિવસની મુદતનો ધિરાણ કાર્યક્રમ હાથ ધરશે. આ વ્યવસ્થા હેઠળ ભંડોળ મેળવવા બેન્કોએ બિડ કરવાની રહેશે.

આ સ્કીમ ૨૭ એપ્રિલથી લઈને જાહેર કરાયેલી રકમનો ઉપયોગ થઈ જાય તે તારીખ સુધી અથવા ૧૧મી મે આ બેમાંથી જે વહેલું થાય ત્યાંસુધી ખુલ્લી રહેશે, એમ નિવેદનમાં વધુમાં જણાવાયું છે. આ વિન્ડો હેઠળ બેન્કો દ્વારા મેળવાનારા ભંડોળનો ઉપયોગ મ્યુચ્યુઅલ ફન્ડસની લિક્વિડિટી પૂરી કરવા પૂરતો જ થઈ શકશે. 

ફન્ડ હાઉસોને લોન્સ પૂરી પાડીને તથા તેમની  પાસે પડેલા ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડના કમસઅલ પેપર્સ, ડીબેન્ચર્સ, સટફિકેટ ઓફ ડિપોઝિટસ ખરીદીને બેન્કો તેમને નાણાં પૂરા પાડી શકશે. 

આવનારી બિડસ જાહેર કરાયેલી રકમ કરતા વધુ હશે તો, બેન્કોને ભંડોળની ફાળવણી પ્રો-રેટા ધોરણે કરાશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો